ગુજરાત

gujarat

ETV Bharat / city

દિવાસા ગામના ખુનનો ભેદ ઉકેલાયો, 3 આરોપી પોલીસના સકંજામા - દિવાસા ગામના સમાચાર

જૂનાગઢ: જિલ્લાના માંગરોળ પાસેના દિવાસા ગામ પાસે ત્રણ-ચાર દિવસ અગાઉ એક ખુલ્લી ગટરમાં પોલીસને મૃતદેહ મળ્યો હતો. મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો. મૃતદેહ ગામના રામજી પરમાર નામના આધેડ વ્યક્તિનો હોવાનું બહાર આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, રામજીભાઈને ગળેટુંપો આપી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસે હત્યા કરનાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં.

દિવાસા ગામનો ખુનનો ભેદ ઉકેલાયો, 3 આરોપી પોલીસના સકંજામા

By

Published : Nov 7, 2019, 9:17 PM IST

જૂનાગઢના દિવાસા ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે હત્યાના ગુનામાં ત્રણ શકમંદ જીવાભાઇ કોળી, રજાકભાઈ અને ભાર્ગવ શખ્સની અટકાયત કરી હતી. જેની પૂછપરછ કરતાં આરોપીએ હત્યા કરવાનું કબુલ્યું હતું.

દિવાસા ગામનો ખુનનો ભેદ ઉકેલાયો, 3 આરોપી પોલીસના સકંજામા

પોલીસની સઘન પૂછપરછમાં જાણવા મળ્યું કે, મૃતક જીવાભાઈ આરોપી ભાર્ગવની બહેનના અનૈતિક સંબંધ અંગે અફવા ફેલાવતો હતો. જેને લઇને આરોપી ભાર્ગવે તેના મિત્રો સાથે મળી જીવાભાઈને મોતને ઘાટ ઉતારી દીધા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details