મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લઈ જૂનાગઢના ખેડૂતોમાં અસંતોષ
- આ યોજનાની અમલવારી માટે પ્રત્યેક ખેડૂતનો સર્વે કરવો આવશ્યક બનશે, જે સરકાર માટે માથાનો દુખાવો સાબિત થશે
- અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિની વ્યાખ્યા કરવામાં સરકાર થાપ ખાઇ ગઇ હોય તેવું ખેડૂતોનું અનુમાન
- 25 ઇંચ કરતાં ઓછો અને 10 ઇંચ કરતા વધુ વરસાદની સ્થિતિમાં સમગ્ર યોજના ખેડૂતો માટે બિન અસરકારક
- આ યોજના માત્ર એક વર્ષ પૂરતી છે કે, આવનારા વર્ષો માટે પણ અમલમાં આવનારી છે, જેને લઇને ખેડૂતો દ્વિધામાં
જૂનાગઢઃ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે પાક વિમાના વિકલ્પના ભાગરૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરવામાં આવી છે, જેને લઇને જૂનાગઢના ખેડૂતોમાં સમગ્ર યોજના અને તેના અમલીકરણને લઈને વિસંગતતા ભરી હોવાની સાથે વધુ એક વખત ખેડૂતોને છેતરવાના કારસા સમાન મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને ગણાવીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લઈને જૂનાગઢના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ આ યોજનામાં સહાયનું ધોરણ અને વરસાદની ટકાવારીને જોતા માત્ર ખેડૂતોને છેતરવા માટે આ યોજના બનાવી હોવાનો આક્ષેપ જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા સોમવારે જાહેર કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પર થોડો પ્રકાશ પાડવામાં આવે તો ખેડૂતોને એક વીઘા દીઠ 3200 જે 25 વીઘાની મર્યાદામાં વધુમાં વધુ એક લાખની સહાય જો અતિવૃષ્ટિ થાય તો સરકાર દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરાઇ છે. આવી જ રીતે સૌરાષ્ટ્રમાં બે દિવસ દરમિયાન 25 ઈંચ વરસાદ પડે તેમજ 10 ઇંચ કરતાં ઓછો વરસાદ પડે તો અનુક્રમે અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ ગણીને જે તે ખેડૂતને સહાય ચૂકવવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેને જૂનાગઢના ખેડૂતો છેતરામણી ગણીને સરકારની નીતિ સામે હવે અનેક સવાલો ઉભા કરી રહ્યા છે.
રાજ્ય સરકારે જાહેર કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને લઈને જૂનાગઢના ખેડૂતોમાં ભારોભાર અસંતોષ