- આજથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો છે
- 30 દિવસ સુધી નહીં થઈ શકે શુભ કાર્યો
- 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ ચાલશે
જૂનાગઢઃ આજથી ધનુર્માસ માસનો પ્રારંભ થઈ (Dhanurmas 2021) રહ્યો છે. 15 ડિસેમ્બરથી લઈને 14 જાન્યુઆરી ધનુર્માસનો પ્રભાવ જોવા મળે છે. હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને શાસ્ત્રો મુજબ, ધનુર્માસને શુભ કાર્ય માટે અયોગ્ય (Forbidden to do auspicious deeds in Sagittarius) માનવામાં આવ્યો છે, જેથી તેને કમુરતાના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધનુર્માસ મુખ્યત્વે ખગોળમાં (Sagittarius astronomical event) બનતી ઘટના છે. આજના દિવસે સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી પરિભ્રમણ કરીને ધન રાશિમાં એક માસ સુધી જોવા મળશે, જેને ધનુર્માસ તરીકે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં ઉલ્લેખ થયા મુજબ, ધનુર્માસ દરમિયાન મહાભારતના યુદ્ધની શરૂઆત થઈ હતી. તેથી પણ આ મહિના દરમિયાન શુભ કાર્યોને (Forbidden to do auspicious deeds in Sagittarius) વર્જિત માનવામાં આવે છે. આ એક માસ દરમિયાન દેવી કાર્ય ધામધૂમપૂર્વક થતું હોય છે. તેનો ઉલ્લેખ પણ હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં જોવા મળે છે. ધનુર્માસ દરમિયાન દેવી કાર્યો અને ધાર્મિક પૂજાપાઠ ને ખૂબ મહત્વ શાસ્ત્રોએ આપ્યું છે.
આજથી લઈને આગામી 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ જોવા મળશે
આજથી પવિત્ર ધનુર્માસની શરૂઆત (Dhanurmas 2021) થઈ રહી છે હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં આ માસનો વિશેષ વર્ણન અને મહત્ત્વ (Special significance of Dhanurmas in Hindu scriptures and scriptures) દર્શાવવામાં આવ્યું છે. ધનુર્માસ દરમિયાન ઈશ્વર ભક્તિના કારણે પ્રભુને આપણા બનાવવા પણ ધનુર્માસ વિશેષ મહત્વનો (Special significance of Dhanurmas in Hindu scriptures and scriptures) ગણવામાં આવ્યો છે. ધનુર્માસ દરમિયાન સૂર્યના સંક્રમણ કાળમાં જે વ્યક્તિ સ્નાન અને શિતળસ્નાન નથી કરતી. તેમના જીવનમાં દુઃખ કષ્ટ અને પીડા આવતી હોય છે. આવો ઉલ્લેખ પણ આપણા હિન્દુ ધર્મગ્રંથો અને શાસ્ત્રોમાં જોવા મળે છે, જેથી ધનુર્માસ દરમિયાન પવિત્ર નદી સરોવર કે ઘાટમાં સ્નાન અને ખાસ કરીને શિતળ સ્નાન દ્વારા દેવી શક્તિની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોય છે, જેથી ધનુર્માસ ને ઈશ્વર સમીપ જવાનાં માસ તરીકે પણ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધનુર્માસ ધાર્મિક આસ્થા ની સાથે ખગોળિય ઘટના સાથે પણ જોડાયેલો છે
ધનુર્માસ ધાર્મિક આસ્થા અને વિશ્વાસનો (Special significance of Dhanurmas in Hindu scriptures and scriptures) વિષય છે અને તે સનાતન હિંદુ ધર્મ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તેવી જ રીતે આ માસનો મહિમા ખગોળિય ઘટના સાથે (Sagittarius astronomical event) પણ જોડાયેલો જોવા મળે છે. આ માસ દરમિયાન સૂર્યા વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ પૂર્ણ કરીને ધન રાશિમાં પ્રવેશ કરે છે. સૂર્ય એક મહિના સુધી ધન રાશિમાં જોવા મળે છે, જેના કારણે પણ આ એક માસને ધનુર્માસ તરીકે પણ હિન્દુ ધર્મ અને સંસ્કૃતિમાં માનવામાં આવે છે. ખગોળિય ઘટનાને (Sagittarius astronomical event) હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પોષ માસની ધન સંક્રાંતિ તરીકે પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખગોળિય ઘટના (Sagittarius astronomical event) મુજબ, સૂર્ય 12 મહિના દરમિયાન 12 રાશિઓમાં એક મહિના સુધી જોવા મળે છે. આમ, સૂર્ય પ્રત્યેક માસે રાશિ બદલતો હોય છે, પરંતુ ધનુર્માસ દરમિયાન સૂર્યા ધનુ રાશિમાં પ્રવેશ કરે છે છે. ધનુ રાશિને ગુરુની રાશિ તરીકે સૌર મંડળમાં ઓળખવામાં આવે છે. આથી સૂર્ય અને ગુરુના મિલનમાં વિશેષ રીતે ધનુ રાશિમાં થાય છે, જેનો હિન્દુ ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ કરાયો છે. તે મુજબ આ એક મહિના દરમિયાન શુભ અને માંગલિક કાર્યોને વર્જિત માનવામાં આવ્યા છે.
સૂર્ય અને ગુરુનું એક સાથે મિલન થવાથી બંનેની તેજસ્વીતામાં ઘટાડો થાય છે