- ધનતેરસનાં દિવસે આયોજિત કાર્યક્રમમાં કોઠારી સ્વામી સહિત મંદિરના સંતોએ આપી હાજરી
- મુખ્ય મંદિર સ્વામિનારાયણમાં યોજવામાં આવ્યો ધનપૂજાનો ધાર્મિક કાર્યક્રમ
- પ્રાચીન પરંપરા મુજબ ધનતેરસનાં દિવસે ધન પૂજાનું છે વિશેષ ધાર્મિક મહત્વ
જૂનાગઢ : ધનતેરસ(Dhanteras)ની સાથે ભગવાન ધનવંતરીની જન્મ જયંતી(Birth anniversary of Lord Dhanvantari)નો પણ પાવન પ્રસંગ છે. વર્ષોથી ધનતેરસનાો દિવસે ભગવાન ધનવંતરીની પૂજાની સાથે પ્રત્યેક વ્યક્તિનાં જીવન અને પરિવારમાં સુખ સંપત્તિનું સ્થાપન થાય તે માટે આદી અનાદી કાળથી ધાર્મિક પરંપરા મુજબ ધનતેરસનાં દિવસે ધન પૂજાનું વિશેષ મહત્વ આપણાં ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. જૂનાગઢનાં જવાહર રોડ પર આવેલાં સ્વામિનારાયણનાં મુખ્ય મંદિર માં ધન પૂજાનો વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. જેમાં મંદિરનાં મુખ્ય કોઠારી સ્વામી, પ્રેમ સ્વરૂપ દાસ સ્વામી એ ધન પુજામાં ભાગ લઈને વિધિવત રીતે ધાર્મિક પરંપરાને સંપન્ન કરી હતી.
ધનવંતરી વિષ્ણુનાં બારમા અવતાર છે