- રજાના દિવસે મોટી સંખ્યામાં માઇ ભકતોએ કર્યા મા અંબાના દર્શન
- માઈ ભકતોએ ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના મેળવ્યા આશીર્વાદ
- રજાના દિવસે માય ભક્તોનું ઘોડાપૂર ગિરનાર પર્વત પર જોવા મળ્યું
- પાંચ હજાર કરતાં વધુ માઇભક્તોએ મા અંબાના ચરણોમાં ઝુકાવ્યું શિશ
જૂનાગઢ : ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આદિકાળથી ગિરનાર પર્વત પર બિરાજતા અંબાના દર્શન કરીને ભાવિ ભક્તો ધન્યતા અનુભવે છે. ત્યારે રજાના દિવસે વહેલી સવારે મોટી સંખ્યામાં માઇ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગિરનાર પર્વત પર મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર
આદિ-અનાદિ કાળથી ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના દર્શન કરવા માટે આજે મોટી સંખ્યામાં માઇ ભકતો ગિરનાર પર્વત પર આવેલા મા અંબાના મંદિરમાં જોવા મળતા હતા.ધાર્મિક દ્રશ્યો મંદિર પરિસર અને તેની આસપાસ સર્જાયેલા જોવા મળ્યા હતા. પાંચ હજાર કરતાં વધુ માઇભક્તોએ મા અંબાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવીને માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.
ગિરનાર રોપ વે બનવાથી હજારોની સંખ્યામાં માઇ ભકતો દર્શનને આવ્યા
ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના દર્શન કરવા માટે ભાવિ ભક્તોનું ઘોડાપૂર - જૂનાગઢ
ગિરનાર પર્વત પર બિરાજતા મા અંબાના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આદિકાળથી ગિરનાર પર્વત પર બિરાજતા અંબાના દર્શન કરીને ભાવિ ભક્તો ધન્યતા અનુભવે છે.
ગિરનાર રોપ-વે બનવાને કારણે હજારોની સંખ્યામાં માઇ ભકતો દરરોજ મા અંબાના દર્શન કરવાનો લ્હાવો મેળવી રહ્યા છે અહીં દરરોજ ત્રણ હજાર કરતાં વધુ માઇભકતો મા અંબાના દર્શન કરવા વહેલી સવારથી જ પહોંચી જાય છે. ગિરનાર રોપ-વે શરૂ થવાને કારણે જે માઈશભક્તો પાછલા કેટલાય વર્ષોથી મા અંબાના દર્શન કરવા માટે તલપાપડ જોવા મળતા હતા, પરંતુ આરોગ્ય અને સીડીઓ પર ચડી શકવાની અસમર્થતાને કારણે તેઓ મા અંબાના દર્શનથી વિમુખ રહેતા હતા. હવે જ્યારે ગિરનાર રોપ-વે ખુબજ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે, ત્યારે વર્ષો બાદ માઇભક્તોની મા અંબાના પ્રત્યક્ષ દર્શન કરવાની આશાઓ પૂર્ણ થતી હોય તેવા દ્રશ્યો મંદિર પરિસરમાં જોવા મળતા હતા.