- પવિત્ર શ્રાવણ માસમાં દીવમાં બિરાજતા ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા આવે છે અનેક ભક્તો
- મેરામણ મહાદેવને અભિષેક કરતો હોય તેવું વિશ્વનું એકમાત્ર મંદિર એટલે ગંગેશ્વર મહાદેવ
- વનવાસ દરમિયાન પાંડવોએ પોતાના કદ અને ઉંમર પ્રમાણે બનાવી હતી શિવલિંગો
દીવ : હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે સંઘ પ્રદેશ દીવમાં પર્યટન માટે આવતા યાત્રિકો સમુદ્ર તટ પર આવેલા પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કરીને ભાવવિભોર બની રહ્યા છે. દીવના જાલંધર વિસ્તારમાં આવેલું શિવ મંદિર ભક્તોમાં મોટું આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. મહાભારત કાળમાં પાંડવો દ્વારા સ્થાપવામાં આવેલા શિવલિંગો સમગ્ર ભારત વર્ષમાં અનેક જોવા મળે છે, પરંતુ દીવમાં સ્થાપાયેલું ગંગેશ્વર મહાદેવ મંદિર સમગ્ર વિશ્વમાં દુર્લભ માનવામાં આવે છે, કારણ કે ગંગેશ્વર મહાદેવ પર ખુદ મેરામણ દિવસ દરમિયાન જળનો અભિષેક કરે છે, આ પ્રકારના અભિષેક થતો હોય તેવા શિવ મંદિર ભારત વર્ષમાં જોવા મળતું નથી. જેને કારણે દીવમાં આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોમાં ભારે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.
આ પણ વાંચો:સ્વયંભૂ પાણીના ટીપામાંથી સર્જાતી શિવલિંગ, ટપકેશ્વર મહાદેવમાં ભાવિ ભક્તોની અનન્ય શ્રદ્ધા