- દેવાભાઈ માલમને પ્રધાન બનાવાતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ
- કેશોદ તાલુકા ભાજપ દ્વારા ફટાકડા ફોડી કરાઈ ઉજવણી
- જૂનાગઢ જિલ્લાને રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ મળતા કાર્યકરોમાં પણ ભારે ખુશી
જૂનાગઢ: ભુપેન્દ્ર પટેલ સરકારના પ્રધાનમંડળનું ગુરુવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરના ધારાસભ્ય દેવાભાઈ માલમનો સમાવેશ રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કરવામાં આવતાં કેશોદ તાલુકા ભાજપ અને તેમના પરિવારોમાં ભારે ખુશી જોવા મળી હતી. કેશોદ શહેરના ચાર ચોક વિસ્તારમાં ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી દેવાભાઈ માલમને રાજ્ય પ્રધાન મંડળમાં સામેલ કરવામાં આવ્યા છે તે અંગે જાહેરમાં ખુશી વ્યક્ત કરીને પ્રધાનમંડળમાં તેમના સમાવેશને આવકાર્યો હતો. ભાજપના કાર્યકરોએ વર્ષો બાદ પ્રધાનમંડળમાં તેમના ધારાસભ્યના સામેલ થવાને લઈને તક મળતા વિશેષ ઉત્સવ મનાવ્યો હતો.