એ.જી સ્કુલના પટાંગણમાં જાહેર પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવા બેનરો શાળાના બંધ દરવાજા આગળ કોઈ વ્યક્તિઓ લગાવી ગયા છે. બેનરો લગાવનાર વ્યક્તિ કોણ છે અને ક્યાં ઈરાદા સાથે આ બેનરો લગાવવામાં આવ્યા છે તેની હજી સુધી કોઈ ભાળ મળી નથી, પરંતુ તાજેતરમાં જ નવા અને સુધારાયેલા મોટર વાહન વ્હિકલ એક્ટના નિયમોનો 1 નવેમ્બરથી અમલ થવા જઈ રહ્યો છે. જેમાં અડચણરૂપ પાર્કિંગ કરનારા વાહનચાલકને આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે.
જૂનાગઢનઃ બંધ પડેલી એ.જી સ્કૂલને પાર્કિંગ માટે ખોલાઈ તેવી માગ સાથે અજાણ્યા શખ્સે લાગવ્યું બેનર - gujarati news
જૂનાગઢઃ આઝાદ ચોક નજીક નવાબી કાળમાં બનાવવામાં આવેલી એ. જી. સ્કુલ છેલ્લા ઘણાં વર્ષોથી બંધ હાલતમાં છે, ત્યારે તાજેતરમાં જ મોટર વાહન એક્ટના નવા કાયદાઓ અમલમાં આવતા સ્કૂલના પટાંગણમાં જાહેર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ સાથે બેનરો લગાવવામાં આવ્યા છે.
Ag School for Public parking
છેલ્લા ઘણા વર્ષોથી પડતર હાલતમાં રહેલા એજી સ્કૂલનું પટાંગણ જાહેર પાર્કિંગ માટે ખુલ્લું મૂકવામાં આવે તો વાહનચાલકોને આકરા દંડમાંથી બચી શકાય. જાહેર સ્થળ અને જાહેર માર્ગો વાહનની અવર જવર માટે સુલભ ભર્યા બની રહે તેવા ઇરાદા અને વિચાર સાથે આ બેનર લગાવવામાં આવ્યું હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે.