ગુજરાત

gujarat

ETV Bharat / city

કડવા પાટીદાર સમાજને અન્યાય ન કરવામાં આવે તેવી માંગ, અન્યાય થશે તો સમય મુજબ વર્તીશું

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કડવા પાટીદાર સમાજનું આજે સામાજિક મહાસંમેલન (Social convention of Kadwa Patidar Samaj) યોજાયું હતું, જેમાં આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં કડવા પાટીદાર સમાજને અન્યાય થવાની સ્થિતિમાં સમય મુજબ વર્તવાની ચીમકી (injustice is not done to Kadva Patidar society) તમામ રાજકીય પક્ષોને આપવામાં આવી છે.

કડવા પાટીદાર સમાજને અન્યાય ન કરવામાં આવે તેવી માંગ, ન્યાય થશે તો સમય મુજબ વર્તીશું
કડવા પાટીદાર સમાજને અન્યાય ન કરવામાં આવે તેવી માંગ, ન્યાય થશે તો સમય મુજબ વર્તીશું

By

Published : Oct 6, 2022, 10:17 PM IST

Updated : Oct 6, 2022, 10:23 PM IST

જૂનાગઢશહેરમાં આજે ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના કડવા પાટીદાર સમાજનું સામાજિક મહાસંમેલન (Social convention of Kadwa Patidar Samaj) યોજાયું હતું. જેના યજમાનની સિદસર અને ઉમાધામ સંસ્થા (Sidsar and Umadham Institute Ganthila) ગાઠીલાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી. આ સંમેલનના અધ્યક્ષ સ્થાને સિદસર સંસ્થાના વડા જયરામ વાસજાળીયા અને ગાંઠીલા સંસ્થાના વડા (Head of Ganthila organization) વાલજી ફળદુની ઉપસ્થિતિમાં સંમેલનઆયોજિત થયું હતું. જેમાં આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં કડવા પાટીદાર સમાજને અન્યાય થવાની સ્થિતિમાં સમય મુજબ વર્તવાની ચીમકી તમામ રાજકીય પક્ષોને આપવામાં આવી છે. ખોડલધામ બાદ ઉમાધામ સંસ્થા પણ હવે સક્રિય રીતે સમાજના ઉમેદવારોને રાજકારણમાં યોગ્ય માન સન્માન મળે તે માટે પહેલ કરી રહી છે. જે આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો માટે મુશ્કેલી સર્જી શકે તેમ છે.

જૂનાગઢમાં યોજાયું કડવા પાટીદારોનું સામાજિક મહાસંમેલન

કડવા પાટીદારોનું સામાજિક મહાસંમેલન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદાર પરિવારોના લોકોની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના કડવા પાટીદાર અગ્રણીઓ હાજર રહ્યા હતા. પૂર્વ પ્રધાન ચીમન સાપરિયા એ પણ હાજરી આપી હતી. વધુમાં ભાજપ કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોમાં રાજકીય નેતા કે કાર્યકર્તા તરીકે કામ કરી રહેલા કડવા પાટીદાર સમાજના અગ્રણીઓએ (Leaders of bitter Patidar society) પણ હાજરી આપી હતી. આ સંમેલનમાં સીદસર ઉમાધામ સંસ્થાના પ્રમુખ જયરામ વાસજાળીયા અને ઉમાધામ ગાઠીલાના પ્રમુખ વાલજી ફળદુની સંયુક્ત અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું હતું જેમાં આગામી રાજ્યવિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોને આડકતરી રીતે ચિમકી આપવામાં આવી હતી.

પ્રમુખ જયરામ પટેલનો સ્પષ્ટ મતસંમેલન અંગે સીદસર ઉમાધામ સંસ્થાના પ્રમુખ (President of Sidsar Umadham Sanstha) જયરામ વાંસળીયાએ માધ્યમમાં સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે પાછલા ઘણા સમયથી ટ્રસ્ટીમંડળની ઈચ્છા અનુસાર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કડવા પાટીદારોનું મહાસંમેલન મળ્યું ન હતું. જેને ધ્યાને રાખીને આજનું સંમેલન યોજવામાં આવ્યું છે. જેમાં જયરામ પટેલે જણાવ્યું હતું કે, કડવા પાટીદાર સમાજ ઉદ્યોગ અને વેપાર સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. જેને કારણે અન્ય સમાજને પણ કડવા પાટીદાર સમાજના ઉદ્યોગ અને વેપાર (Industry and trade of the Dwa Patidar community) થકી રોજગારી મળી રહી છે. આવી પરિસ્થિતિમાં આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં કડવા પાટીદાર ઉમેદવારોને તમામ રાજકીય પક્ષ યોગ્ય પ્રતિનિધિત્વ આપે તેવી માંગ કરી હતી.

ગાઠીલાના પ્રમુખે આપી તમામ રાજકીય પક્ષોને ચીમકીઉમાધામ ગાઠીલાના પ્રમુખ વાલજી ફળદુએ આજના સામાજિક મહાસંમેલન અંગે માધ્યમો સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, આજનું સંમેલન કડવા પાટીદાર સમાજની એકતા અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમાજમાં હકારાત્મક પરિવર્તન આવે તેવી ભાવનાઓ સાથે સંમેલનનું આયોજન થયું છે. કડવા પાટીદાર સમાજને રાજ્ય વિધાનસભાની ટિકિટોમાં અન્યાય થઈ રહ્યો છે. માધ્યમોના આ સવાલના જવાબમાં વાલજી ફળદુએ જણાવ્યું હતું કે, જો કડવા પાટીદાર સમાજના રાજકીય નેતાઓને ટિકિટ ફાળવણીમાં અન્યાય કરવામાં આવશે. સમય આવે વર્તી લેશું. તેવી આડકતરી રીતે આકરી ચિમકી ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને આજે મહા સંમેલન દ્વારા આપી છે. વધુમાં વાલજીફળદુએ જણાવ્યું હતું કે, અમારી ઈચ્છા અને શક્તિ અનુસાર રાજકીય પાર્ટી વર્તન નહીં કરે તો અમે અમારી તાકાત તમામ રાજકીય પક્ષોને બતાવવા માટે પણ સમર્થ છે.

ખોડલધામ બાદ ઉમા ધામનો પણ રાજકીય પક્ષોને ગર્ભિત આદેશખોડલધામ બાદ ઉમાધામ સંસ્થા દ્વારા પણ સૌરાષ્ટ્રમાં કડવા પાટીદાર ઉમેદવારોને લઈને હવે રાજકીય ગતિવિધિ ખૂબ તેજ બની રહી છે. એકાદ વર્ષથી ખોડલધામ રાજકીય રીતે અને ખાસ કરીને લેઉવા પાટીદાર સમાજના ઉમેદવારોને રાજકારણમાં યોગ્ય અને પૂરતું પ્રતિનિધિત્વ મળે. તેને લઈને મુહીમ ચલાવી રહી છે, ત્યારે આજે જૂનાગઢમાં કડવા પાટીદાર સમાજના સામાજિક મહાસંમેલનમાં તમામ રાજકીય પક્ષોને ધાર્મિક સંસ્થાના વડાઓ દ્વારા કડવા પાટીદાર સમાજને અન્યાય ન કરવામાં આવે તેવી માંગ (injustice is not done to Kadva Patidar society) કરી હતી અને જો આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કડવા પાટીદાર સમાજનાને ન્યાય થશે તો પાટીદાર સમાજ તેની શક્તિ અને એકતા મુજબ સમય વર્તે ( justice is done we will act according to time) સાવધાનની સ્થિતિમાં જોવા મળશે. જેનું નુકસાન કડવા પાટીદાર સમાજને ઓછું પ્રતિનિધિત્વ આપનાર રાજકીય પક્ષને થશે

Last Updated : Oct 6, 2022, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details