જૂનાગઢ:પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં (Prabhas Tirth Kshetra) આવેલા 16 જેટલા સૂર્યમંદિરોને ફરીથી પુન: સ્થાપિત (Demand for restoration of Sun Temples) કરવાની સોમનાથ વેરાવળ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાન મોદીને માંગ કરી (Piyush Fofandi demanded Prime Minister Modi) છે.
પ્રભાસ તીર્થ ક્ષેત્ર (Prabhas Tirth Kshetra) જૂનાગઢથી શરૂ થઈને વંથલી, માધવપુર, તુલસીશ્યામ અને દેલવાડા સુધી વિસ્તરેલું જોવા મળતું હતું. આ તમામ વિસ્તારને પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.
16 જેટલા સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવાની માંગ
પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં (Prabhas Tirth Kshetra) આવેલા 16 જેટલ સૂર્યમંદિરોને ફરીથી પુન: સ્થાપિત (Demand for restoration of Sun Temples) કરવાની સોમનાથ વેરાવળ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાન મોદીને માંગ કરી છે.
પ્રભાસ તીર્થક્ષેત્ર એક સમયે સૂર્ય મંદિરથી ઝળહળતું ક્ષેત્ર હતું
પ્રભાસ તીર્થ ક્ષેત્ર એક સમયે સૂર્ય મંદિરથી ઝળહળતું ક્ષેત્ર હતું. જેમાં 16 જેટલા સૂર્યમંદિરો અસ્તિત્વ ધરાવતા હતા જે પ્રભાસ ક્ષેત્રમાં આ ગૌરવવંતા ઇતિહાસ સાથે જોડાયેલા હતા, પરંતુ કાળક્રમે 16 પૈકીના 10 કરતાં વધુ સૂર્ય મંદિરો હાલ તેનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે જે સૂર્યમંદિરો હાલ હયાત છે તે પણ ખૂબ જીર્ણતાને આરે પહોંચી ગયા છે.
સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવામાં આવે
સોમનાથ પાટણ નગરપાલિકાના સંયુક્ત પ્રમુખ પિયુષ ફોફંડીએ વડાપ્રધાન મોદીને પ્રભાસ તીર્થ ક્ષેત્રના સૂર્ય મંદિરોને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ કરી છે. પિયુષ ફોફંડીની માંગ પર રાજ્યના પર્યટન અને પુરાતન વિભાગ દ્વારા પણ કામ કરવાની શરૂઆત કરાઈ છે.
પ્રભાસ તીર્થ ક્ષેત્ર સૂર્યમંદિરોના સુવર્ણ ઇતિહાસ
પ્રભાસ તીર્થ ક્ષેત્ર જૂનાગઢથી શરૂ થઈને વંથલી માધવપુર તુલસીશ્યામ અને દેલવાડા સુધી વિસ્તરેલું જોવા મળતું હતું. આ તમામ વિસ્તારને પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે.
સ્કંધપુરાણમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રનો ઉલ્લેખ
સ્કંધપુરાણમાં પણ પ્રભાસ તીર્થ ક્ષેત્રનો ઉલ્લેખ કરાયો છે તે મુજબ આઠમા ખંડમાં પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા ૧૬ જેટલા સૂર્યમંદિરોનો ઇતિહાસ આજે પણ જોવા મળે છે જે પૈકીના 11 સૂર્યમંદિર પોતાનું અસ્તિત્વ ગુમાવી ચૂક્યા છે અને જે 5 સૂર્યમંદિરો હાલ હયાત છે તે પણ જીર્ણતાને આરે પહોંચી ગયા છે.
મકરસંક્રાંતિનું પર્વ સૂર્યની ઉપાસના અને પૂજાનું પ્રર્વ
મકરસંક્રાંતિનું પર્વ સૂર્યની ઉપાસના અને પૂજાનું પ્રર્વ છે, ત્યારે આવા સમયે સૂર્ય મંદિરોનો ઝળહળતો ઇતિહાસ ધરાવતો પ્રભાસ તીર્થક્ષેત્ર આજે સૂર્ય મંદિરો અશ્મિભૂત થયેલા છે તેનુ પુનઃ ઉત્થાન થાય તે માટે વડાપ્રધાન મોદીને વિનંતી કરવામાં આવી છે.
પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સૂર્ય મંદિરો
1 સામ્બાદિવ્ય સોમનાથ ઉત્તરે હાલ અહી મ્યુઝિયમ છે
2 સાગરાદિત્ય ત્રિવેણી માર્ગ પર હાલ હયાત છે