ગુજરાત

gujarat

ETV Bharat / city

વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત, સરકાર સમક્ષ રાહત પેકેજની માગ - Fishing

વેરાવળ બંદર પર માછીમારો ખૂબ ચિંતિત હાલતમાં જોવા મળી રહ્યાં છે. હજારોની સંખ્યામાં બોટ મધદરિયે હોવાનીની જગ્યા પર બંદર પર લંગરાયેલી હાલતમાં જોવા મળે છે. જેને કારણે સાગરખેડુ પણ હવે ખૂબ સંકટમાં હોય એવા ચિંતાજનક દ્રશ્યો વેરાવળ બંદર પર જોવા મળી રહ્યાં છે. આર્થિક કટોકટીમાં ફસાયેલો માછીમારી ઉદ્યોગ સરકાર તરફથી કોઇ રાહત પેકેજની જાહેરાત થાય તે માગ પણ કરી રહ્યો છે.

વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત રાહત પેકેજની કરી સરકાર સમક્ષ માગ
વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત રાહત પેકેજની કરી સરકાર સમક્ષ માગ

By

Published : Jan 13, 2021, 5:53 PM IST

  • વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત
  • આઠ મહિનાથી માછીમારીને લઈને બની રહ્યાં છે ચિંતિત
  • સરકાર પાસે રાખી રહ્યાં છે મદદની આશા
  • જિલ્લાનો મહત્ત્વનો છે ઉદ્યોગ

વેરાવળઃ વેરાવળની કરોડરજ્જુ સમાન માછીમારી ઉદ્યોગ પર છવાયા સંકટના વાદળો છવાયાં છે. પાછલા આઠ મહિનાથી માછીમારી સીઝન જાણે કે બંધ થઈ હોય એવા બિહામણા દ્રશ્યો વેરાવળ બંદર પર જોવા મળ્યાં છે. સંકટગ્રસ્ત માછીમારી ઉદ્યોગને બચાવવા રાજ્ય અને કેન્દ્ર સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી માછીમારોની માગ છે. માછીમારી ઉદ્યોગ વેરાવળની કરોડરજ્જુ સમાન ઉદ્યોગ છે. કોરોના સંક્રમણને કારણે પાછલા આઠ મહિનાથી જે પ્રકારે માછીમારી ઉદ્યોગ અને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં અહીંથી માછલી સહિત અન્ય ઉપપેદાશોની છે નિકાસ કરવામાં આવે છે તેના પર અલીગઢી તાળું જોવા મળી રહ્યું છે તેને કારણે ગીર-સોમનાથ જિલ્લાની કરોડ રજ્જુ સમાન માછીમારી ઉદ્યોગ આજે સંકટમાં ફસાયેલો જોવા મળી રહ્યો છે .ત્યારે માછીમારો પણ હવે સરકારની સામે ચાતક નજરે જોઈ રહ્યા છે. માછીમારો માગ કરી રહ્યાં છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર માછીમારી ઉદ્યોગને મરણ પથારીએ જતા બચાવવા માટે કોઈ મોટું આર્થિક રાહત પેકેજ જાહેર કરે તો કરોડરજ્જુ સમાન રોજગારી આપતો એકમાત્ર ઉદ્યોગ ટકી શકે તેમ છે. જો રાજ્ય અને કેન્દ્ર સરકાર નિર્ણય કરવામાં સમય લેશે તો રોજગારીની સાથે આર્થિક સધ્ધરતા આપતો અને જિલ્લાનો એકમાત્ર ઉદ્યોગ મૃતપાય બની જશે.

વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત રાહત પેકેજની કરી સરકાર સમક્ષ માગ
  • સતત વધતાં ડીઝલના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ અટકતાં માછીમારો સંકટમાં ફસાયાં

    ડીઝલના સતત ભાવો વધી રહ્યાં છે આ પરિસ્થિતિમાં માછીમારી ઉદ્યોગને ખૂબ મોટું આર્થિક નુકસાન જઈ રહ્યું છે એક તરફ વિદેશમાં ફસાયેલા નાણાં કોરોના સંક્રમણને કારણે હજુ સુધી સ્થાનિક સ્તરે મળ્યાં નથી. આવી પરિસ્થિતિમાં માછીમારી ઉદ્યોગ ને ટકાવી રાખવો ખૂબ મુશ્કેલ બાબત છે. વધુમાં દરિયાની અંદર માછીમારીના નિયમોનું ઉલ્લંઘન કરીને જે લાઈન ફીસિંગ કરવામાં આવે છે તેને કારણે પણ માછીમારી ઉદ્યોગને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. વધુમાં પાછલા વર્ષે આવેલા વિનાશક વાવાઝોડા અને ત્યારબાદ કોરોના સંક્રમણ એ જિલ્લાની કરોડરજ્જુ સમાન માછીમારી ઉદ્યોગ ને નાબુદ કરવામાં જરા પણ રાહત આપી નથી. ત્યારે આજે વેરાવળ બંદર પર હજારોની સંખ્યામાં બોટ જોવા મળે છે. માછીમારીનો શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છે. જે બોટ બંદર પર લંગરાયેલી જોવા મળે છે એ બોટ અત્યારે માછીમારી માટે મધદરિયે હોવી જોઈએ. પરંતુ ખૂબ મોટું આર્થિક સંકડામણ અને માછીમારોને પડતી અનેક સમસ્યાઓને કારણે બોટ મધદરિયાની જગ્યા પર અત્યારે વેરાવળ બંદર પર જોવા મળે છે.

  • રાજ્ય સરકારે જાહેર કરેલું આર્થિક પેકેજ હજુ પણ નહીં મળતા માછીમાર અગ્રણીઓમાં ભારે નારાજગી

    વર્ષ 2012માં જે તે સમયે રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 2012માં ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં. અહીં તેમણે 12,000 કરોડના માછીમારી રાહત પેકેજની જાહેરાત કરી હતી જાહેરાતના આજે 9મું વર્ષ બેઠું છે તેમ છતાં બાર હજાર કરોડમાંથી એક પણ રૂપિયો માછીમારી સહાયના રાહત પેકેજરૂપે હજુ સુધી ગીર સોમનાથ જિલ્લામાં મળ્યો નથી. જેના કારણે માછીમારોની સાથે માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો પણ ખૂબ જ રોષ વ્યક્ત કરી રહ્યા છે. વધુમાં 1975 બાદ વેરાવળ બંદર પર વિસ્તારને લઈને કોઈ કામ થયું નથી. સતત બોટની સંખ્યા વધી રહી છે. આવી પરિસ્થિતિમાં વેરાવળ બંદરનો વિસ્તાર ખૂબ જ જરૂરી છે. પરંતુ વર્ષ 1975 બાદ વેરાવળ બંદરના વિસ્તાર નહીં કરવાને કારણે પણ માછીમારી ઉદ્યોગ અનેક સમસ્યામાં સપળાતો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details