જૂનાગઢઃ જવાહર રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં પૂનમના પાવન પર્વ નિમિત્તે (Poonam celebration at Junagadh Swaminarayan Temple) ઠાકોરજીને લીલી વરિયાળીનો શણગાર (Fennel Decoration to Thakorji in Junagadh) કરવામાં આવ્યો હતો. આ શણગાર જોઈને ભક્તો ભાવવિભોર થયા હતા. સ્વામિનારાયણ મંદિરમાં એકાદશી અને પૂનમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું (Decoration in Junagadh Swaminarayan Temple) આયોજન થતું આવ્યું છે. તે મુજબ પૂનમના દિવસે (Poonam celebration at Junagadh Swaminarayan Temple) ઠાકોરજીને લીલી વરિયાળીનો શણગાર કરવામાં (Fennel Decoration to Thakorji in Junagadh) આવ્યો હતો.
ભક્તોને અપાશે વરિયાળીનો પ્રસાદ આ પણ વાંચોઃKhodiyar Jayanti 2022: માં જગદંબાના અવતાર સ્વરૂપમાં ખોડલની જન્મ જયંતીની ઉજવણી
ભક્તોને અપાશે વરિયાળીનો પ્રસાદ
જ્યારે આજનો દિવસ પૂર્ણ થયા બાદ ઠાકોરજીને ધરાવાયેલી વરિયાળી પ્રત્યેક હરિભક્તોને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ ઉત્સવોને ખૂબ પ્રાધાન્ય આપવામાં આપે છે. તે મુજબ દર વર્ષે અલગઅલગ તહેવારો અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે. તે અંતર્ગત આજે ઠાકોરજીને લીલી વરિયાળીનો શણગાર (Fennel Decoration to Thakorji in Junagadh) કરાયો હતો.
સંસારિક લોકોના ઉત્સવને ઠાકોરજીને પણ અર્પણ કરાય છે આ પણ વાંચોઃAmbaji Temple Patotsav: 51 શક્તિપીઠ મંદિરના શિખરે ધ્વજારોહણ કરી પાટોત્સવની કરી સાદગીપૂર્ણ ઉજવણી
સંસારિક લોકોના ઉત્સવને ઠાકોરજીને પણ અર્પણ કરાય છે
હિન્દુ ધર્મ સંસ્કૃતિને ઉત્સવ અને તહેવારોની સંસ્કૃતિ પણ માનવામાં આવે છે અને તે મુજબ પ્રત્યેક ભક્ત પોતાની આસ્થા અને શક્તિ અનુસાર ઉત્સવોનું આયોજન કરતો હોય છે. ત્યારે હાલ નવી સિઝનની વરિયાળીનું (Poonam celebration at Junagadh Swaminarayan Temple) વાવેતર થયું છે. આગામી દિવસોમાં નવો વરિયાળીનો પાક બજારમાં આવશે. તેને ધ્યાને રાખીને ધરતી માતાએ આપેલા વરદાન સમા વરિયાળીના પ્રથમ પાકને ઠાકોરજીને અર્પણ કરીને હરિભક્તો પોતાની ઈચ્છા અને શક્તિ અનુસાર ભક્તિ કરતા હોય છે. તે મુજબ હરિભક્તો દ્વારા ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરવામાં આવેલી આ લીલી વરિયાળીનો આજે શણગાર (Fennel Decoration to Thakorji in Junagadh) કરાયો છે. આનાથી સ્વામિનારાયણ મંદિર વરીયાળીની સુગંધથી પણ મહેકતુ જોવા મળતું હતું.