- જૂનાગઢ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત
- વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ઘરે પહોંચાડવાનો અનોખો પ્રયાસ
- કોરોના કાળમાં પણ વિદ્યાર્થીનીઓ સીધા શાળાએથી તેમના ઘરે પહોંચે તેવી વ્યવસ્થા
- સુરતથી લઈ સાવરકુંડલા સુધી ૧૭ રૂટમાં ૧૩ એસટી બસોનું આયોજન
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા (junagadh district)ના ઇતિહાસમાં પ્રથમ વખત સંસ્થામાં રહીને અભ્યાસ કરતી 1000 કરતાં વધુ વિદ્યાર્થીનીઓને તેમના ઘર સુધી વિનામૂલ્યે પહોંચતી કરીને શિક્ષણ જગતમાં પ્રથમ પહેલ કરી છે.
જુનાગઢથી સુરત, રાજકોટ, અમરેલી, જામનગર
હરિભાઇ પટેલ શૈક્ષણિક સંકુલમાં સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સુરતની પણ ૩5 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે, આ તમામ વિદ્યાર્થીઓને તેમના ઘર સુધી પહોંચતી કરવા માટે શાળા સંકુલ દ્વારા જુનાગઢથી સુરત, રાજકોટ, અમરેલી, જામનગર સહિત નાના તાલુકાઓમાં પણ એસ.ટી.બસ મૂકીને વિદ્યાર્થીનીઓને તેના ઘર સુધી પહોંચાડવાનું આયોજન થયું છે, 13 જેટલી એસટી બસોને રોકીને વિદ્યાર્થીનીઓને સુરક્ષિત અને કોરોના સંક્રમણના ડર વગર ઘરે પહોંચાડવાનું અભિયાન આ વર્ષથી શરૂ કર્યું છે.