- જૂનાગઢ જિલ્લા જેલમાં 3 કેદી થયા કોરોના સંક્રમિત
- એક કેદીનું સારવાર દરમિયાન મોત
- બે કેદીઓ સારવાહ હેઠળ
જૂનાગઢઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે જેલમાં પણ કોરોના સંક્રમણ જોવા મળી રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી જૂનાગઢ જિલ્લા જેલમાં પણ કેદીઓ કોરોના સંક્રમિત થયા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જે પૈકીના વર્ષ 2018માં તળાજા નજીક હત્યાના આરોપસર જેલમાં આવેલા કાચા કામના કેદીને જૂનાગઢ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો હતો. જેને જેલની અંદર અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તે કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. જેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી, ત્યારે તેનું કોરોના સંક્રમણને કારણે મોત થયું છે. આ ઉપરાંત ત્રણ દિવસ અગાઉ એક કેદીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું.
જૂનાગઢ જિલ્લા જેલમાં કોરોનાથી કાચા કામના કેદીનું મોત જેલમાં 420 કરતા વધુ કાચા કામના કેદીઓ
જૂનાગઢ જિલ્લા જેલમાં 420 કરતા વધુ કાચા કામના કેદીઓને રાખવામાં આવ્યાં છે. જે પૈકીના ત્રણ કેદીઓ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જેમાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક કેદીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય એક કેદીને કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળતાં તેને જૂનાગઢમાં આવેલી ખુલ્લી જેલમાં આઈસોલેટ કરવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લા જેલમાં કોરોનાથી કાચા કામના કેદીનું મોત જેલમાં રસીકરણ અને કેદીઓના ટેસ્ટિંગ માટે કેમ્પ યોજાશે
જોકે, અન્ય કેદીઓ સુરક્ષિત હોવાને કારણે તેને જૂનાગઢ જિલ્લા જેલમાં રાખવામાં આવ્યાં છે. જેલના કેદીઓ કોરોના સંક્રમિત આવતા હવે જૂનાગઢ જેલમાં પણ આગામી દિવસોમાં રસીકરણ અને કેદીઓના ટેસ્ટિંગના કેમ્પનું પણ આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં પણ હજુ કેટલા કેદીઓ કોરોના સંક્રમિત છે તેને લઈને ચોક્કસ આકડો બહાર આવે તેવી શક્યતાઓ છે.