- 18 વર્ષ કરતાં મોટા સિંહનું પ્રાણીસંગ્રહાલયમાં થયું મૃત્યુ
- ધીર નામનો સિંહ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતો હતો
- સિંહનું મોત થતાં વન કર્મચારીઓમાં શોક
જૂનાગઢ: જિલ્લાના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં સિંહનું મૃત્યુ થયું છે. ચાર વર્ષની ઉંમરથી રેસ્ક્યુ કરીને સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં લાવવામાં આવ્યો હતો. ધીર નામનો સિંહ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયમાં જોવા મળતો હતો. કુદરતી રીતે મોત થતાં પ્રાણીસંગ્રહાલયના અધિકારી અને કર્મચારીઓમાં પણ શોક જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:શું ગીરના સિંહ નવું ઘર શોધી રહયા છે?