જૂનાગઢઅહીં ભવ્ય ગિરનારની તળેટી આવેલી છે. સાથે જ અહીં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. આ જ રીતે અહીં પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિર (Manganath Mahadev Temple) પરિસરમાં સ્વયં સજીવન સમાધિ લીધેલા હિરાગૌરી માતાજીનો મઠ (Hira Gauri Mataji Math) પણ આવેલો છે. આ મઠ નવરાત્રિના નવે નવ દિવસ દરમિયાન ખોલવામાં આવે છે, જેના દર્શન કરીને જૂનાગઢવાસીઓ નવરાત્રિની ભારે આસ્થા સાથે (Navratri Festival) ઉજવણી કરે છે.
નવરાત્રિમાં દર્શન આપે છે માતા હીરાગૌરીજીસનાતન હિન્દુ ધર્મમાં (sanatan hindu dharma ) ખૂબ જ મહત્વનો ગણાતો નવરાત્રિનો તહેવાર (Navratri Festival) આજથી શરૂ થયો છે. ત્યારે જૂનાગઢમાં આવેલા હીરા ગૌરીજી માતાજીના મંદિરે વહેલી સવારથી માઈ ભક્તો આવી રહ્યા છે અને માતાજીની સચેતન સમાધિ સ્થળના દર્શન કરીને ખૂબ જ ભાવવિભોર બની રહ્યા છે પાછલા ઘણા વર્ષોથી નવરાત્રિના નવ દિવસો દરમિયાન હીરા ગૌરીજી માતાજીના મઠમાં (Hira Gauri Mataji Math) વિશેષ ધાર્મિક પૂજા અને ઘટસ્થાપનનું મહત્વ રહેલું છે.
જૂનાગઢમાં પ્રાચીન માંગનાથ મહાદેવ મંદિર આવેલું છે ધાર્મિક આસ્થા સાથે ઉજવણીઆ નવ દિવસ દરમિયાન જૂનાગઢવાસીઓ માતાજીના મઠના (Hira Gauri Mataji Math) દર્શન કરીને નવરાત્રિની (Navratri Festival) ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરે છે કે, નવરાત્રિના નવ દિવસો દરમિયાન જ વર્ષભર હીરા ગૌરીજી માતાજીનો મઠ માઈભક્તો માટે ખૂલ્લો મૂકવામાં આવે છે, જેના કારણે પણ આ મઠ (Hira Gauri Mataji Math) જૂનાગઢવાસીઓમાં આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.
હીરાગૌરી માતાજીએ લીધી હતી સચેતન સમાધિહીરાગૌરી માતાજી (Hira Gauri Mataji Math) ઉત્તર ભારતના હોવાનું માનવામાં આવે છે. આજથી અનેક વર્ષો પૂર્વે જૂનાગઢ નજીક આવેલા માંગનાથ પીપળી ગામમાં (Manganath Mahadev Temple) હીરા ગૌરી માતાજી માલધારીઓની સાથે રહીને ગાયની સેવામાં રહેતા હતા. ત્યારે જૂનાગઢમાં આવેલા માંગનાથ મહાદેવ મંદિરના દર્શન દર્શન કરીને અહીં રહેલા માંગા ભગતે હીરા ગૌરી માતાજીને માંગનાથ મહાદેવની સેવા અને પૂજા કરવા માટે આગ્રહ કર્યો હતો ત્યારથી હીરા ગૌરી માતાજી માંગનાથ મહાદેવની સેવા અને પૂજા કરી રહ્યા હતા.
માઈભક્તો કરી શકશે દર્શન ત્યારબાદ તેમના દ્વારા થયેલા ધાર્મિક અને સનાતન હિન્દુ ધર્મના (sanatan hindu dharma) કાર્યને અંતે સચેતન જીવંત સમાધી લેવાની સાથે પૂર્ણ થઈ હતી. તેમની આ ધાર્મિક યાત્રા પૂર્ણ થતા તેમને અહીં જીવંત સમાધી આપવામાં આવી હતી, જ્યાં તેમનો મઠ આજે પણ નવરાત્રિના નવ દિવસો (Navratri Festival) દરમિયાન માઈભક્તો માટે ખૂલ્લો મૂકવામાં આવ્યો છે. અહીં અખંડ જ્યોત વર્ષભર પ્રજ્વલિત રાખવામાં આવે છે, પરંતુ કોઈ પણ માઈભક્તને નવરાત્રિ શિવાય તેમના દર્શન કરવા માટે મંજૂરી આપવામાં આવતી નથી.