- પાછલા એક મહિના દરમિયાન જૂનાગઢ સાઇબર ક્રાઇમ (Cyber crime )પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ
- વધતા જતા ઓનલાઇન વ્યવહારો ની વચ્ચે લોકોને છેતરતા ગઠિયાઓ થયા સક્રિય
- યુવાનથી લઈને વૃદ્ધ શિક્ષિતથી લઈને નિરક્ષર તમામ લોકો ઓનલાઈન છેતરપીંડીનો બની રહ્યા છે ભોગ
જૂનાગઢ : સતત વધતા જતા ઓનલાઇન વ્યવહારોની વચ્ચે હવે ચિંતાજનક રીતે ઓનલાઇન છેતરપિંડીના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં પાછલા એક મહિના દરમિયાન અનેક પ્રકારે ઓનલાઈન છેતરપિંડીના 8 જેટલા કિસ્સા સામે આવ્યા છે. જેમાં ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બનનાર ગ્રાહકોએ લાખો રૂપિયાની પોતાની મરણમૂડી પણ ગુમાવી છે .સતત વધી રહેલા સાયબર ક્રાઈમ અને ખાસ કરીને આર્થિક છેતરપિંડીના ગુનાઓમાં સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા પણ લોકોને અવાર-નવાર જાગૃત કરવામાં આવે છે.
ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી દ્વારા લાખો રૂપિયાની ઉઠાંતરી
તેમ છતાં ગ્રાહકો ઓનલાઇન પોતાના બેંક ખાતાની કે એટીએમ અને ડેબિટ કાર્ડ અને તેની તમામ ગુપ્ત વિગતો છેતરપિંડી કરનાર ભેજાબાજોને આપી દેતા હોય છે.જેનો ઉપયોગ કરીને ઓનલાઇન છેતરપિંડી કરતી ટોળકી લાખો રૂપિયાની ઉઠાંતરી જે તે વ્યક્તિના બેંક ખાતા કે એટીએમ અને ડેબિટ કાર્ડ મારફતે કરતી હોય છે. આવી કેટલીક ફરિયાદો જૂનાગઢ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં પણ નોંધાઈ છે. જેને લઇને ETV BHARAT એ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ આર.વી બાજા સાથે વાતચીત કરીને સમગ્ર વિગતો પ્રાપ્ત કરી હતી.
લોકો ઓનલાઇન વ્યવસાય કે સસ્તી ચીજો મેળવવામાં આવી રહ્યા છે લાખો રૂપિયા
જૂનાગઢમાં રહેતી એક યુવતી આ જ પ્રકારના છેતરપિંડીનો ભોગ બની છે. ઘરે બેઠા ઓનલાઈન ડેટા એન્ટ્રી માટે મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાવવાની લાલચ આપીને યુવતી સાથે અન્ય એક યુવતીએ મોબાઈલ કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ આપવાના બદલામાં એક લાખ કરતા વધુની છેતરપિંડી કરી હતી. જેની પોલીસ ફરિયાદ સાઇબર ક્રાઇમ મથકમા નોંધાવવામાં આવી છે. વેરાવળમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતાં વ્યક્તિ ફેસબુકમાં બ્રિટનની કોઈ યુવતી સાથે મુલાકાત કરીને તેને કરોડો રૂપિયા કમાવવાની લાલચ આપતા આ વ્યક્તિ બ્રિટનની અજાણી યુવતીની મોહપાશમાં ફસાયો હતો અને તેમણે પણ 8 લાખ જેટલી રકમ થોડા દિવસોમાં ગુમાવી છે. ફેસબુક ફ્રેન્ડ બન્યા બાદ યુવતી ભારત આવી હતી અને તેની પાસે ભારતીય ચલણ નહીં હોવાને કારણે તે મુશ્કેલીમાં છે એવું કહીને વેરાવળના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગકાર પાસેથી કેટલાક સમય દરમિયાન આઠ લાખ રૂપિયાની રકમ ઓનલાઈન છેતરપિંડી કરી છે. જેની પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો : મૃત પતિના સ્પર્મનો IVF માં ઉપયોગ કરવા આખરે પત્નીને મંજૂરી આપતી હાઇકોર્ટ