ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની જોવા મળી ભીડ

કોરોનાનું સંક્રમણ હવે ભયજનક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે લોકોમાં પણ હવે સંક્રમણને લઈને ખૂબ ભય પ્રસરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એન્ટીજન ટેસ્ટ કરાવવા માટે હવે લોકો બહાર આવી રહ્યા છે. પ્રત્યેક એન્ટીજન ટેસ્ટ સેન્ટર પર મોટી સંખ્યામાં લોકો આવીને પોતાના ટેસ્ટ કરાવી રહ્યા છે, જેમાં કેટલાક વ્યક્તિઓ સંક્રમિત પણ બહાર આવે છે.

corona
જૂનાગઢ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની જોવા મળી ભીડ

By

Published : Apr 17, 2021, 5:18 PM IST

  • જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એન્ટીજન ટેસ્ટ માટે લોકોની ભીડ
  • સતત વધતા કોરોના સંક્રમણને લઈને હવે લોકો કરાવી રહ્યા છે એન્ટીજન ટેસ્ટ
  • એન્ટીજન ટેસ્ટમાં કેટલાક વ્યક્તિઓ કોરોના સંક્રમિત બહાર આવી રહ્યા છે

જૂનાગઢ: પાછલા એક અઠવાડિયાથી કોરોનાનું સંક્રમણ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યું છે. ચારે તરફ કોરોના સંકમણ એ હદે વધી રહ્યું છે કે હવે લોકોમાં કોરોનાને લઈને ભય ફેલાયો છે, આવી પરિસ્થિતિમાં હવે જૂનાગઢમાં પણ પાછલા એક અઠવાડિયાથી કોરોના સંક્રમિત કેસોની સંખ્યા પ્રતિદિન 100 કરતાં વધુના આંકડાને પાર કરી રહી છે. આવી પરિસ્થિતિમાં હવે લોકો કોરોના સંક્રમણ સામે પોતાની જાતને સુરક્ષિત કરવા એન્ટીજન ટેસ્ટ કરાવી રહ્યા છે.

જૂનાગઢ શહેરમાં કોરોના ટેસ્ટ કરાવવા માટે લોકોની જોવા મળી ભીડ

આ પણ વાંચો :રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અપૂરતો છે, થોડા દિવસોમાં પુર્તિ થઈ જશે: જૂનાગઢ જિલ્લા કલેક્ટર


એન્ટીજન ટેસ્ટ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે

સતત વધતા કોરોનાની સામે હવે લોકો જાગૃત થઈ રહ્યા છે, અને પોતાની જાતે જ કોરોના સંક્રમણ નો ટેસ્ટ કરાવવા માટે બહાર જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે મોતના આંકડાઓ પણ ભયજનક સ્થિતિએ પહોંચી ગયા છે,આવી પરિસ્થિતિમાં હવે લોકો પોતાની જાતને કોરોના સંક્રમણથી મુક્ત રાખવા માટે અથવા તો પોતે સંક્રમિત છે કે નહીં તેની જાણકારી મેળવવા માટે પણ હવે કોર્પોરેશન વિસ્તારમાં એન્ટીજન ટેસ્ટ માટે સ્વેચ્છાએ બહાર આવી રહ્યા છે. આ પ્રકારની લોકજાગૃતિ હવે કોરોના સંક્રમણ ને હરાવવા માટે ખૂબ જ અનિવાર્ય છે. હજુ પણ કેટલાક લોકો ટેસ્ટ કરાવવા માટે સ્વેચ્છાએ બહાર નીકળતા નથી તેને કારણે કોરોનાનું સંક્રમણ સતત વિસ્તરી રહ્યું છે. જો પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારીથી પોતાનો એન્ટીજન ટેસ્ટ કરાવે તો કોરોના સંક્રમણને રોકવામાં ખુબ મદદ મળી શકે

ABOUT THE AUTHOR

...view details