ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘટતા જતા કોરોના કેસ વચ્ચે લોકોની ભીડ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ - ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

રાજ્યભરમાં હાલ કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં હાલ કોરોનાની શરૂઆતની જેમ ખૂબ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે સરકારે લાદેલા નિયંત્રણો પર છૂટછાટ મળતા લોકો પ્રવાસન સ્થળો તરફ દોડી રહ્યા છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં પણ આ પ્રકારના જ દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રવાસીઓની ભીડ જાણે કે, કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય, તેવું પ્રતીત થઈ રહ્યું હતું.

ઘટતા જતા કોરોના કેસ વચ્ચે લોકોની ભીડ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ
ઘટતા જતા કોરોના કેસ વચ્ચે લોકોની ભીડ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

By

Published : Jul 18, 2021, 9:34 PM IST

  • નિયંત્રણોમાં છૂટછાટ અપાતા લોકો પર્યટન સ્થળો તરફ રવાના
  • ભવનાથ પરિક્ષેત્ર અને રોપ-વે સાઈટ પર પ્રવાસીઓની ભીડ
  • પ્રવાસીઓની ભીડ કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

જૂનાગઢ : રાજ્યભરમાં કોરોનાનું સંક્રમણ હાલ કાબૂમાં છે. રોજ નોંધાતા કેસ દિવસે દિવસે ઘટી રહ્યા છે. એવામાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપતા લોકોને જાણે ખુલ્લો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. જૂનાગઢના અતિ પ્રખ્યાત પ્રવાસન સ્થળ ભવનાથમાં પ્રવાસીઓની ભીડ જોતા આ લોકો ખુલ્લેઆમ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે.

ઘટતા જતા કોરોના કેસ વચ્ચે લોકોની ભીડ ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ

લોકો સાવચેતી સાથે બહાર નીકળે તે પ્રાથમિકતા હોવી જોઈએ

છેલ્લા દોઢ વર્ષથી ઘરમાં બેસી રહેલા લોકો કોરોનાની માનસિક આડઅસરથી કંટાળીને બેબાકળા બન્યા હતા. જેના કારણે નિયંત્રણોમાં છૂટછાટ મળતા ઘેલા થઈને પ્રવાસન સ્થળો પર ઉમટી રહ્યા છે. જો આ પ્રકારે લોકોની ભીડ થતી રહેશે તો જે પ્રકારે તજજ્ઞોના જણાવ્યા પ્રમાણે કોરોનાની લહેર આવવાની છે, તે પોતાના નિર્ધારિત સમય કરતા વધુ વહેલી આવશે. જેના કારણે લોકોએ પણ સ્વયં જાગૃત થઈને પૂરતી સાવચેતી સાથે ઘરની બહાર નીકળવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details