જૂનાગઢનાગરવાડા વિસ્તારમાં લક્ષ્મી જ્વેલર્સ નામની દુકાન ધરાવતા બીપીન ધોળકિયા નામના સોની મહાજને ગરીબ મજૂર અને મધ્યમ વર્ગના લોકોને ઇનામી યોજનામાં ફસાવીને (Crores Rupees Fraud By Greedy Scheme in Junagadh ) કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી પલાયન થઈ જવાની પોલીસ ફરિયાદ ( Junagadh Crime News ) શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઇ છે. મુખ્ય ફરિયાદી ગૌતમભાઈ કતકપરા સહિત અન્ય ચાર લોકોની પોલીસ ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે આરોપી સોની મહાજન બીપીન ધોળકિયાને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સોની મહાજન બીપીન ધોળકિયાને પકડી પાડવા ચક્રો ગતિમાન ભગવાનના નામે શરૂ કરી યોજના લક્ષ્મી જ્વેલર્સ ધરાવતા સોની મહાજન બીપિન ધોળકિયા ગરીબ અને મજૂર વર્ગને જાળમાં ફસાવવા માટે ઠાકોરજી ગ્રુપ નામની ઇનામી યોજના ( Cheating In Lure Scheme ) શરૂ કરી હતી. જેમાં કોઈપણ વ્યક્તિ પોતાની આવક અનુસાર યોજનામાં રોકાણ કરતા હતા પ્રતિ મહિને કરવામાં આવતા ડ્રોમાં કોઈ વ્યક્તિનુ નામ પસંદ થાય તો તેને તેમના રોકાણ કરેલા પૈસાના મૂલ્યની સોનાની કોઈ પણ આઈટમ આપવામાં આવશે. આવી લોભામણી જાહેરાતો કરીને અંદાજિત 200 કરતાં વધુ મજુર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફસાવીને ફૂલેકાબાજ સોની મહાજન બીપીન ધોળકિયા અને તેની પત્ની ફરાર થઈ ગયા છે.
છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિએ ઠાલવી હૈયાવરાળબીપીન ધોળકિયાની લોભામણી સ્કીમનો ભોગ બનેલા અને ફરિયાદી ગૌતમભાઈએ પોતાની હૈયા વરાળ કાઢતાં જણાવ્યું હતું કે તેઓ બીપીન ધોળકિયાને પાછલા 30 વર્ષથી ઓળખે છે. આ ઓળખાણનો દુરુપયોગ કરીને તેમણે તેમની પાસે રહેલા પાંચ તોલા સોનાના દાગીના અન્ય ગ્રાહકને ડિઝાઇન બતાવવા માટે તેમને ત્યાંથી લઈ જઈ અને તેને સામેલ કર્યા હતાં. વધુમાં ગૌતમભાઈ કતકપરા પાછલા પાંચ વર્ષથી આ પ્રકારની ઇનામી યોજનામાં પ્રતિ મહિને 1500 રૂપિયા પણ ભરી રહ્યા હતાં. તેની પણ છેતરપિંડી થતા ગૌતમભાઈ કતકપરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સોની મહાજન સફળતાપૂર્વક મજૂરોને ફસાવતો હતોસોની મહાજન બીપીને ધોળકિયા અને તેની પત્ની દ્વારા જે છેતરપિંડીનું મહાઅભ્યાન શહેરમાં શરૂ કર્યું છે. તેમાં અંદાજિત 200 કરતાં પણ વધુ લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બીપીન ધોળકિયા અને તેની પત્ની મોટે ભાગે ઘરકામ કરતી મહિલા અને મજૂરોને તેનો શિકાર બનાવ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. ઘરકામ કરીને પોતાના ગુજરાન ચલાવતી મહિલાઓ 100 અને 200 રૂપિયા કરીને તેની બચત મહાઠગ બીપીન ધોળકિયાને ત્યાં યોજનામાં જમા કરાવતી હતી. પરંતુ છેતરપિંડી માટે શરૂ કરેલી યોજનામાં ઘણી મોટી રકમ ભેગી થઈ જતા મહાઠગ બીપીન ધોળકિયાના મનમાં છેતરપિંડીનો કીડો સળવળ્યો અને ઘરેથી તેની પત્ની સાથે ફરાર થઈ ગયો છે જેને પકડી પાડવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.