જૂનાગઢ-કોરોનાનું સંક્રમણ હવે ચિંતાજનક રીતે બેકાબૂ બનતું હોય તેવું લાગી રહ્યું છે. 18મીએ સમગ્ર રાજ્યમાં 17 હજાર કરતાં વધુ કોરોના સંક્રમિત કેસો સામે આવ્યા છે. ત્યારે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં મળીને આજે એક દિવસમાં 279 જેટલા સંક્રમિત કેસો સામે (Corona Update in Junagadh) આવ્યા છે.
92 વ્યક્તિ સાજા થઈને ઘેર ગયાં
વધતાં કેસો ચિંતાનો વિષય છે ત્યારે રાહતના સમાચાર એકમાત્ર એ ગણી શકાય કે આજે ચાર જિલ્લાઓમાં સંક્રમિત કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી. આજની સરખામણી ખૂબ જ ઓછા કહી શકાય તેવા 92 જેટલા વ્યક્તિઓને સંક્રમણથી મુક્ત થયા હતાં. આજે જૂનાગઢ શહેરમાં સંક્રમિત કેસનો આંકડો સદી ફટકારીને તેથી પણ આગળ જોવા મળી રહ્યો છે. જે આવનારા સમયમાં જૂનાગઢ શહેર અને જિલ્લા માટે ચિંતાનું કારણ (Corona Update in Junagadh) બની શકે છે.
સંક્રમિત કેસોની સામે સાજા થનારા લોકોની સંખ્યા ઓછી
જૂનાગઢ શહેર અને જિલ્લામાં 131 અમરેલી જિલ્લામાં 76 ગીર સોમનાથ જિલ્લામાં 42 અને પોરબંદર જિલ્લામાં 30 જેટલા નવા સંક્રમિત કેસો સામે આવ્યા છે. જેનો આંકડો 279 ની આસપાસ થાય છે ત્યારે સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ ખૂબ જ ચિંતાનો વિષય બની શકે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં 3777 જેટલા વ્યક્તિને રસીકરણથી (Covid19 Vaccination in junagadh 2022) સુરક્ષિત કરાયા છે. પાછલા દિવસોની સરખામણીએ રસીકરણનો આંકડો પણ ખૂબ જ નીચે જોવા મળી રહ્યો છે જે પણ (Corona Update in Junagadh) ચિંતાનું કારણ છે.