- 12 મહિના બાદ ફરી એક વખત મહિલાઓને બેરોજગાર થવાનો સતાવી રહ્યો છે ભય
- સતત વધી રહેલું કોરોનાનું સંક્રમણ મહિલાઓને સ્વરોજગારીથી દૂર કરી શકે છે
- લોકડાઉન બાદ પ્રતિબંધો હળવા થતા મહિલાઓ સ્વરોજગારી તરફ આગળ વધી રહી છે
જૂનાગઢઃ કોરોના મહામારીને લઈ ગત વર્ષે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ કેટલાક પ્રતિબંધોને કારણે સ્થાનિક અને લોકલ સ્તરે રોજગારી મેળવતી મહિલાઓ છેલ્લા કેટલાય મહિનાથી બેરોજગાર બની રહી હતી. મહિલાઓ તેમની રોજગારીને લઈને ખૂબ જ ચિંતિત જોવા મળતી હતી.
કોરોના સંક્રમણ વધતા રોજગારી બંધ થવાની મહિલાઓને સતાવી રહી છે ચિંતા આ પણ વાંચોઃ વિસનગરમાં ડાયમંડ ઉદ્યોગ અજમાવી મહિલાઓ બની આત્મનિર્ભર
મહિલાઓને સતાવી રહી છે ચિંતા
લોકડાઉન બાદ કેટલાક પ્રતિબંધો હળવા થતા આ મહિલાઓ સ્વરોજગારી તરફ આગળ વધી રહી છે, પરંતુ ફરી એક વખત સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ફરી એક વખત આ મહિલાઓને બેરોજગાર બનાવવા તરફ આગળ વધી રહી છે, તેની ચિંતા મહિલાઓને સતાવી રહી છે.
કોરોના સંક્રમણ વધતા રોજગારી બંધ થવાની મહિલાઓને સતાવી રહી છે ચિંતા રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો
રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં સ્થાનિક સ્તરે મહિલાઓ જે રોજગારી મેળવી રહી છે, તેને ફરી એક વખત ગુમાવવી પડશે તેવી ચિંતા અને ભય મહિલાઓને સતાવી રહ્યો છે.
કોરોના સંક્રમણ વધતા રોજગારી બંધ થવાની મહિલાઓને સતાવી રહી છે ચિંતા આ પણ વાંચોઃ આત્મનિર્ભર ભારતઃ હિમાચલ પ્રદેશની મહિલાઓ ગાયના છાણમાંથી બનાવી રહી રહી છે દીવા...
મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ આર્થિક સંકડામણનો સામનો કરવો પડી રહ્યો છે
છેલ્લું એક વર્ષ રોજગારી વિહોણું જોવા મળતું હતું, જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ આર્થિક સંકડામણનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ અનલોક તબક્કામાં જે પ્રકારે ધીમે ધીમે પ્રતિબંધો હળવા થયા તેમ તેમ સ્થાનિક રોજગારી ખુલી હતી, જોકે, હવે જે પ્રકારે કોરોનાનું સંક્રમણ સતત ભય જનક રીતે સમગ્ર ગુજરાતમાં વ્યાપી રહ્યું છે ત્યારે ફરી એક વખત મહિલાઓ બેરોજગાર થઇ જશે તેની ચિંતા તેઓને સતાવી રહી છે.
કોરોના સંક્રમણ વધતા રોજગારી બંધ થવાની મહિલાઓને સતાવી રહી છે ચિંતા