ગીરસોમનાથ: ગીરસોમનાથના ઉના તાલુકાના વાસોજ ગામે એક મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાતા નજીકમાં આવેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં હડકંપ મચી ગયો હતો. મહિલા દીવમાં હોસ્પિટલમાં નોકરી કરતી હોવાથી દીવ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. કોરોનાને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખાસ જાગૃતિ જોવા મળી હતી. એટલે સુધી કે ત્યાંના બહારથી આવેલા રહીશોને અંદર પ્રવેશ પણ નહોતો અપાયો.
દીવમાં નર્સને કોરોના થતા તંત્ર હરકતમાં, 30ને કરાયા ક્વોરેન્ટાઇન - દીવમાં નર્સને કોરોના પોઝિટિવ
ઉનાના વસોજ ગામની મહિલા જે દીવ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી, જેને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો.
દીવ
ત્યારે ઉનાના વસોજ ગામની મહિલા જે દીવ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી તેના મુંબઈથી આવેલા ભાઈના સંપર્કમાં આવતા કોરોના વાઈરસ પોઝિટિવ આવ્યો છે. આ નર્સ હોસ્પિટલમાં નોકરી કરતી હતી તેના સ્ટાફ સહિત 30 લોકોનેે ક્વોરેન્ટાઇન કરાયા છે, ત્યારે દીવ કલેકટર સલોની રાય દ્રારા આ નર્સના સંપર્કમાં આવેલા તમામ લોકોની હીસ્ટ્રી કઢાવી તાત્કાલિક ચેકપ અને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરાઈ છે.
Last Updated : May 24, 2020, 6:49 PM IST