જૂનાગઢ: સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી (Corona In Somnath Sanskrit University)માં કોરોના સંક્રમણનું ગ્રહણ લાગતું જોવા મળી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ (vibrant gujarat global summit 2022)માં ભાગ લેવા ગયેલા 6 જેટલા અધ્યાપકો કોરોના સંક્રમિત (Corona In Gujarat) થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એક સાથે 15 જેટલા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થતા સોમનાથ (Corona In Somnath)માં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સંક્રમિત આવેલા તમામ લોકો હાલ ઘરે સારવાર લઇ રહ્યા છે.
શાળા-કોલેજોમાં કોરોના સંક્રમણ ફેલાયું
ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથના 30 જેટલા લોકો ગયા હતા. થોડા દિવસ પૂર્વે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત યોજાયેલી ઇન્ટરનેશનલ એકેડેમિક કોન્ફરન્સ (international academic conferences 2022)માં ભાગ લેવા માટે સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથના 30 જેટલા લોકો ગયા હતા, ત્યાંથી તેઓ કોરોના સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. 30માંથી 9 પ્રોફેસર, 2 બિન શૈક્ષણિક અધિકારી અને 4 જેટલા પી.એચ.ડીના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. પહેલા તબક્કામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત સામે આવી રહ્યા હતા, ત્યારે હવે શાળા અને કોલેજના અધ્યાપકો પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે.
આ પણ વાંચો:Precaution Dose of Covid: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી પ્રિકોશન ડોઝનું રસીકરણ શરૂ કરાવ્યું
વાયબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાયેલા શૈક્ષણિક સેમિનારમાં રહ્યા હતા હાજર
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને સંસ્કૃત વિષયક એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વાયબ્રન્ટ સમિટનું આયોજન થયું હતું, જેમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (National Education Policy 2020) અને સંસ્કૃત વિષયક એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ લલિત પટેલ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા. સાથે સાથે પદ્મશ્રી ચમુ કૃષ્ણ શાસ્ત્રીજી તથા પ્રોફેસર મલ્હાર કુલકર્ણી હાજર રહ્યા હતા, જેમાંથી અધ્યાપકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ 9 જેટલા અધ્યાપકો કોરોના સંક્રમિત થતા યુનિવર્સિટીનું શૈક્ષણિક કાર્ય રોકી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર જાદવ સાહેબે Etv ભારત સાથે અધ્યાપકો કોરોના સંક્રમિત થયા છે તેની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચો:Corona Precaution Dose: પાટણમાં કોરોનાના પ્રિકોશન ડોઝની કામગીરી શરૂ, 350 રસીકરણ કેન્દ્ર પર અપાશે રસી