જુનાગઢ : જુનાગઢ શહેર અને જિલ્લામાં ગઇકાલની સરખામણીએ કોરોનાના કેસો(Corona's case)માં ઉછાળો જોવા મળી રહ્યો છે, જિલ્લામાં આજે 52 કેસો સામે આવ્યા છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે કોઈ પણ વ્યક્તિનું મોત થયું નથી. 39 જેટલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 3781 લોકોને આજે રસી આપવામાં આવી છે.
ગીર સોમનાથમાં કોરોનાના કેસો
ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સોમનાથ જિલ્લાના ૫ તાલુકાઓમાં મળીને ૮૩ જેટલા સંક્રમિત કેસો સામે આવ્યા છે, જેમાં મોટા ભાગના કેસો જિલ્લાના વડા મથક વેરાવળ અને સોમનાથમાં જોવા મળી રહ્યા છે. જિલ્લામાં આજે કુલ 4,829 જેટલા વ્યક્તિઓને રસી આપવામાં આવી છે.