જૂનાગઢ: જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રિય કાર્યકારણીનું (VHP Meeting National Executive) આયોજન થયું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓએ હાજર રહીને ત્રણ દિવસ સુધી હિન્દુ ધર્મ, હિન્દુસમાજ, હિન્દુ દેવસ્થાનો પર વિધર્મીઓ દ્વારા થઇ રહેલા અત્યાચારો ધર્માંતરણ, લવ જેહાદ જેવી સળગતી સમસ્યાઓ પર ગંભીરતાપૂર્વક ત્રણ દિવસ સુધી સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં હિન્દુ ધર્મને મજબૂત કરવા હિન્દુ ધર્મની કેટલીક વિસરાયેલી પરંપરાઓને પુનઃસ્થાપિત કરવા તેમજ હિન્દુ ધર્મને નુકશાન કરનારા વિધર્મીઓ પર આકરી અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારના ઠરાવો જૂનાગઢમાં યોજાયેલી વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં કરવામાં આવ્યા હતા.
ડૉ. આર.એન.સિહે હિન્દુ ધર્મ પર થઈ રહેલા અત્યાચાર અંગે વ્યક્ત કરી ચિંતા
ત્રણ દિવસની રાષ્ટ્રીય કાર્યકારિણીમા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ્મશ્રી ડો. આર.એન.સિંહે (VHP International president) ત્રણ દિવસ સુધી આયોજિત થયેલી બેઠકમાં હિન્દુ ધર્મ અને હિન્દુ ધર્મનું પાલન (VHP Meeting In Junagadh 2021) કરતાં લોકો સામે પડી રહેલી મુશ્કેલીઓ તેમને મુશ્કેલીમાંથી બહાર લાવવાને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાથે સાથે કાર્યકારણીમાં હાજર સમગ્ર વિશ્વમાંથી આવેલા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યવાહકોના સૂચનો પણ મેળવ્યા હતા અને સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય અધ્યક્ષે હિન્દુ મંદિરો પર થઈ રહેલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી
ડો. સિંહે (VHP International president) લવ જેહાદ ધર્માંતરણ હિન્દુ મંદિરો પર થઈ રહેલા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો ધર્માંતરણ કરીને અન્ય ધર્મનો અંગીકાર કરે છે તેવા તમામ લોકોને અનામતના લાભો (Statement On Reservation) મળતા બંધ થવા જોઈએ. આ પ્રકારનો બંધારણીય સુધારો કેન્દ્ર સરકાર કરે તે પ્રકારનો ઠરાવ પર વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય કાર્યકારિણીમા કરવામાં આવ્યો છે. ડો. સિંહે તેવી પણ માગ કરી હતી કે, જે ધર્મ હિન્દુધર્મના લોકોને અન્ય ધર્મ અંગીકાર કરવા માટે લોભ લાલચ અને ઉશ્કેરણી કરી રહ્યો છે તેવા તમામ ધર્મના વડાઓ અને તેનું સંચાલન કરતી સંસ્થાઓ પર કેન્દ્ર સરકાર આકરી અને કાયદાકીય રીતે કરશે તો આવી અધાર્મિક પ્રવૃત્તિઓમાંથી હિન્દુ સમાજને બચાવી શકાય તેમ છે.