- ધનતેરસ અને લગ્નસરાની સિઝનના સમયે સોની બજારમાં શુષ્કતા જોવા મળી
- ગત વર્ષની સરખામણીએ ચાલું વર્ષે સોનાના ભાવમાં ખૂબ વધારો
- અમેરિકાની વિદેશ નીતિની ભારતની સ્થાનિક સોની બજાર પર થઇ અસર
જૂનાગઢ : ગત વર્ષની સરખામણીએ સોનાના ભાવોમાં થયેલા ઐતિહાસિક ભાવ વધારો અને કોરોના સંક્રમણને કારણે સોની બજારમાં દિવાળી અને લગ્નસરાની સિઝન માટે સોનાના આભૂષણો ખરીદવા માટે ગ્રાહકો નિરુત્સાહી જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ગત વર્ષે સોનાની ખરીદી હતી, તેની સરખામણીમાં ચાલું વર્ષે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
સોનાની ખરીદીમાં જંગી ઘટાડો સોનાના વધતા જતા ભાવો ગ્રાહકોને ચિંતામાં મૂકી રહ્યા છે
આજે ધનતેરસનો તહેવાર છે. આજના દિવસે શુકન પૂરતી પણ સોનાચાંદી અને કિંમતી ધાતુની ખરીદી કરવાનું મહત્વ આપણા હિન્દુ શાસ્ત્રોમાં જોવા મળે છે. જે મુજબ સૌકોઈ ધનતેરસના દિવસે મુહૂર્ત સાચવવા માટે પણ સોનાચાંદી અને કેટલી કિંમતી ધાતુઓ અને તેના દાગીનાઓની ખરીદી કરતા જોવા મળે છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે જે પ્રકારે સોની બજારમાં ખરીદીના અભાવને કારણે શુષ્કતા જોવા મળી રહી છે, જે સોની બજારમાં પણ નીરુત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનાના વધતા જતા ભાવો ગ્રાહકોને ચિંતામાં મૂકી રહ્યા છે, જે એકમાત્ર કારણ છે જેને કારણે સોનાની ખરીદી ધીમે ધીમે શુષ્ક બનતી જોવા મળે છે.
આંતરરાષ્ટ્રીય બજારના વલણ પર આધાર રાખે છે સોનાના ભાવ
સોનુ વૈશ્વિક દ્રષ્ટિ એક સમાન ધોરણ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારોના વલણો પર સોનાના ભાવ મોટે ભાગે નક્કી થતાં હોય છે અને તેની ખરીદી અને વેચાણ પણ તેના પર નિર્ભર જોવા મળે છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારોના જે વલણો ખાસ કરીને યુરોપ અને મધ્ય એશિયામાં જે પ્રકારે અનિશ્ચિતતાનો માહોલ જોવા મળી રહ્યો છે, આવા સમયે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. જેને કારણે વૈશ્વિક બજારોના વલણો સ્થિર થવા સુધી સોનાના ભાવ ઐતિહાસિક સ્તરે જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વિધિવત રીતે સત્તા સંભાળશે જે બાદની વિદેશ અને આંતરરાષ્ટ્રીય નીતિઓને કારણે પણ સોનાના બજાર ભાવમાં ચડ-ઊતર થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.
સોનાના બજાર ભાવ પર વૈશ્વિક અશાંતિની પણ અસર
સોનુ આંતરરાષ્ટ્રીય ધાતુ તરીકે સમગ્ર વિશ્વમાં સ્વીકારવામાં આવ્યું છે. આવી પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય નાની અમથી હલચલ પણ સોનાના બજાર ભાવ પર અસર કરે છે. જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી ફ્રાન્સમાં અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, તેની અસર પણ વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. જ્યારે બીજી તરફ ચીન અને પાકિસ્તાન પણ પોતાની વિદેશ નીતિને લઈને મધ્ય એશિયામાં અને ખાસ કરીને ભારત, પાકિસ્તાન અને ચીનના વિસ્તારમાં જે અશાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સરહદી વિસ્તારો પર તેને ધ્યાને રાખીને પણ સોનાની આંતરરાષ્ટ્રીય બજારો વધઘટ થઇ રહી છે. જે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સોનાના બજાર ભાવ ઐતિહાસિક સ્તર કરતા પણ વધું જોવા મળી રહ્યા છે.