ગુજરાત

gujarat

ETV Bharat / city

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા યોજી

આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બ્યુગલ વાગવા જઈ રહ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લા અને તાલુકા પંચાયતની સાથે કેટલીક નગર પાલિકાઓમાં પણ સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના આદેશથી જૂનાગઢમાં સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે પુંજાભાઈ વંશ ની અધ્યક્ષતામાં પ્રક્રિયા આજે બપોર બાદ શરૂ કરવામાં આવી છે જેમાં ચૂંટણી લડવા માટે મોટી સંખ્યામાં મુરતિયાઓ પોતાનો દાવો રજૂ કરવા સેન્સ પ્રક્રિયામાં ભાગ લઇ રહ્યા છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને

By

Published : Jan 5, 2021, 10:00 AM IST

  • ચૂંટણી લડવા મોટી સંખ્યામાં મુરતિયાઓ પહોંચ્યા દાવો કરવા
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ હાથ ધરી સેન્સ પ્રક્રિયા
  • પુંજાભાઈ વંશની બનેલી કમિટી ચુંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓને આજે સાંભળશે
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયા ને સાંભળવા માટે કોંગ્રેસે હાથ ધરી સેન્સ પ્રક્રિયા
    સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ કોંગ્રેસે યોજી સેન્સ પ્રક્રિયા

જૂનાગઢ :આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાઓની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. જેને ધ્યાને રાખીને આજે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયાનું પ્રમુખપદ પ્રદેશ કોંગ્રેસમાંથી નિયુક્તિ થયેલા ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ સંભાળી રહ્યા છે. સાથે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશી વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયા માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજા અને જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમની હાજરીમાં આજે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જેમાં આગામી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયાઓ ખુબ મોટી સંખ્યામાં સેન્સ લેવાના સ્થળ પર હાજર રહ્યા હતા.પોતાનો દાવો તેમના વિસ્તારમાં આવતી જિલ્લા-તાલુકા અને નગરપાલિકાનાની સીટ પર કરી રહ્યા છે.

5 વર્ષ પૂર્વે કોંગ્રેસને મળેલી સફળતા આજે સેન્સ પ્રક્રિયામાં પણ જોવા મળી રહી

આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત
આજથી 5 વર્ષ પૂર્વે સ્થાનિક સ્વરાજની અને ખાસ કરીને જિલ્લા અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસને જે સફળતા મળી હતી. તેનો ઉત્સાહ આજે 5 વર્ષ બાદ પણ જોવા મળી રહ્યો છે. આજની સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઇચ્છુક મૂરતિયાઓએ હાજરી આપી હતી. જે બતાવી આપે છે કે, પાંચ વર્ષ પહેલાં જે સફળતા મળી હતી તેનો ઉત્સાહ હજુ પણ કોંગ્રેસ કાર્યકરોમાં જોવા મળે છે અને તેનું કારણ છે કે,આજે પાંચ વર્ષ બાદ પણ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે આગળ આવી રહ્યા છે.
5 વર્ષ બાદ કોંગી કાર્યકરો જુસ્સો યથાવત પરંતુ ચૂંટણી જીતવા ને લઈને કરવું પડશે મનોમંથન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઇચ્છુક મુરતિયા ને સાંભળવા માટે કોંગ્રેસે હાથ ધરી સેન્સ પ્રક્રિયા
આજે પાંચ વર્ષ બાદ પણ કોંગ્રેસી કાર્યકરોમાં ચૂંટણી લડવા ને લઈને ખૂબ જ જુસ્સો જોવા મળી રહ્યો છે. 5 વર્ષ પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ સહિત મોટાભાગની પંચાયતોમાં કોંગ્રેસ શાસન સ્થાપિત થયું હતું પરંતુ પાંચ વર્ષ પુરા થતા પહેલા જૂનાગઢ અને મોરબી જિલ્લા પંચાયતમાં પણ પક્ષ પલટો થયો છે અને કોંગ્રેસના ચૂંટાયેલા કેટલાક સદસ્યો ભાજપની તરફેણમાં બહાર આવ્યા હતા. ત્યારે ફરી પાંચ વર્ષ બાદ ચૂંટણીની મોસમ આવી રહી છે.

આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જૂનાગઢ કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા યોજી

પાંચ વર્ષ પહેલાનો જે ઉત્સાહ અને ચૂંટણી જંગ જીતવાનો જુસ્સો છે. તે આજે પણ કોંગ્રેસી કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે, પરંતુ પાંચ વર્ષ પહેલાનું જે વાતાવરણ છે. તે આજે કેટલી હદે કોંગ્રેસમાં જળવાય રહે છે. તે પણ એક ચર્ચાનો મુદ્દો આજની બેઠકમા બની રહેશે. તમામ પાસાઓને ધ્યાને રાખીને આજે આવેલા નિરીક્ષકો તમામ ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો ને સાંભળીને આગામી દિવસોમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થશે. ત્યારબાદ પસંદ કરેલા ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details