- જૂનાગઢમાં કોંગ્રેસનું ખેડૂત અને ખેતી બચાવો અભિયાન
- પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકારને ખેડૂત વિરોધી ગણાવી
- સરકારે ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કર્યા
જૂનાગઢ : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આજે ગુજરાત જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા મથક ખાતે આયોજિત ખેડૂત અને ખેતી બચાવો કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ખેડૂતોની વચ્ચે આવેલા અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ઉદ્યોગપતિઓને મદદગાર થવાનો આક્ષેપ કર્યો હતો. ચાવડાએ ઉદ્યોગપતિઓનું 30 લાખ કરોડ કરતાં પણ વધુ દેણું માફ કર્યું હોવાનો કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે.
આ પણ વાંચો:"રુપાણી સરકારના પાંચ વર્ષ" : મુખ્યપ્રધાનની જાહેરાત, "કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ બનાવાશે"
દેવા માફ બાબતે સરકાર મૌન : ચાવડા
ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની સરકાર ખેડૂતોના દેવા માફ કરવાને લઈને મૌન સેવી રહી છે, ત્યારે પાછલા દરવાજે ઉદ્યોગપતિઓનું લાખો-કરોડો રૂપિયાનું દેવું માફ કરી રહી છે, જેને ખેડૂતોની પાયમાલી સાથે સરખાવીને અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કર્યો હતો. વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યનો ખેડૂત પાયમાલ બની રહ્યો છે, ખેડૂતો દેવાદાર બની રહ્યો છે અને આને કારણે ખેડૂતો આત્મહત્યા કરવા સુધી મજબુર બની રહ્યા છે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી ન હોવાથી ચાવડાએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું.
જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ ચોર અને લૂંટારુઓની સરકાર ખેડૂતોને કરી રહી છે બરબાદ
ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને ચોર સાથે સરખાવી તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતોને પ્રતિ વર્ષ 6,000 રૂપિયાની સહાય કરતી હોવાની વાતો જોરથી કરી રહી છે, પરંતુ ખાતર અને બિયારણ તેમજ ખેતીમાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓના ભાવમાં અનેક ગણો વધારો કરીને પાછલા દરવાજેથી ખેડૂતોના ખિસ્સામાંથી 12,000 કરતાં વધુની રકમ સેરવી લેતી જોવા મળી છે. જગતનો તાત ખેતીને લઇને ચિંતિત બની રહ્યો છે, આવા સમયે ડીઝલમાં થઈ રહેલો ભાવ વધારો ખેડૂતો માટે પડતા પર પાટુ સમાન લાગી રહ્યો છે. તેમ છતાં નિષ્ઠુર રાજ્ય સરકાર પ્રજાના ટેક્સના પૈસાથી પોતાના તાઈફાઓમાં ઉપયોગ કરીને મસમોટા ગપગોળા ફેલાવી રહી છે.
જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ આ પણ વાંચો:રામ મંદિર નિર્માણની પ્રક્રિયા રાષ્ટ્રને જોડવાનો ઉપક્રમઃ PM Modi
અમિત ચાવડાએ ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ પર આપ્યો પ્રતિભાવ
પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતની રાજનીતિમાં ત્રીજા રાજકીય પક્ષ અને તેની સફળતા વિશે પ્રતિક્રિયા આપી હતી. આ બાબતે તેમને પૂછવામાં આવેલા સવાલ દરમિયાન અમિત ચાવડાએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુજરાતના ઇતિહાસમાં ચુંટણી સમયે કેટલાક કિસ્સાઓમાં ત્રીજા રાજકીય પક્ષની એન્ટ્રી થતી હોય છે તે બિલકુલ સામાન્ય માનવામાં આવે છે. ચૂંટણી સમયે રાજકારણમાં આવેલા રાજકીય પક્ષો ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પોતાના કાર્યક્રમો સમેટી લેતી હોય છે, ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીને કોઈ ખાસ સફળતા નહીં મળે અને ચૂંટણીના પરિણામો બાદ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ ગુજરાતમાં જોવા નહીં મળે તેવો પ્રતિભાવ પણ આપ્યો હતો.