જૂનાગઢકૉંગ્રેસે આજે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને લોક સુવિધાઓના કામમાં થતા સતત વિલંબ અને વધારાના વિરોધમાં ગુજરાત બંધનું (Gujarat Bandh Call Congress) એલાન આપ્યું હતું. ત્યારે કોડીનારના ધારાસભ્ય મોહન વાળાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ (chakka jam in gujarat) કરીને આ અંગે વિરોધ કર્યો હતો. બીજી તરફ અમરેલીના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે (Amreli MLA Virji Thummar) મોંઘવારીના વિરોધમાં લોકો સ્વયમ્ બંધમાં જોડાય તેવો પ્રયાસ કર્યો હતો. જોકે વિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે બંને ધારાસભ્યોની અટકાયત (Congress Leaders detained) કરી હતી. સાથે જ પોલીસે તે બંનેને ટિંગાટોળી કરીને લઈ ગઈ હતી.
હાઈવે પર કૉંગ્રેસે કર્યા ધરણા કૉંગ્રેસે આજે બપોરે 12 વાગ્યા સુધી બંધનું એલાન (Gujarat Bandh Call Congress) આપ્યું હતું. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ બંધની અસર જોવા મળી હતી. સ્થાનિક ધારાસભ્ય મોહન વાળાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (national highway junagadh) પર ધરણા કર્યા હતા. સાથે જ તેમણે હાઈવે પર ચક્કાજામ કર્યો હતો. તેના કારણે એક કલાક સુધી વાહનવ્યવહારને અસર પડી હતી. જોકે, પોલીસે બંને ધારાસભ્યોની અટકાયત (Congress Leaders detained) કરીને હાઈવેને ખૂલ્લો કરાવ્યો હતો.