- કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનું નિવેદન કોરોના કાળમાં અઢી લાખ લોકોએ ગુમાવ્યો છે જીવ
- તમામ મૃતકના પરિવારજનોને 4 લાખની સહાયની સાથે સરકારની બેદરકારી સામે તપાસ પંચની કરી માગ
- કોરોનાને કારણે વધેલી બેકારી અને મોંઘવારી સામે રાજ્ય સરકાર પેકેજ જાહેર કરે તેવી કરી માગ
જૂનાગઢઃ પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અર્જુન મોઢવાડીયાએ આજે જૂનાગઢની એક દિવસની મુલાકાતે આવ્યાં હતાં. આજની મુલાકાત કોરોના સંક્રમણ કાળમાં મૃતક તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને સાંત્વના પાઠવવા માટેની ન્યાય યાત્રા અન્વયે જૂનાગઢ આવેલા અર્જુન મોઢવાડિયાએ કોરોના સંક્રમણને કારણે રાજ્યના અઢી લાખ જેટલા વ્યક્તિઓના મોત થયા છે જેની સાચી વિગતો રાજ્ય સરકાર છુપાવી રહી છે તેવો સનસનીખેજ આક્ષેપ પણ કર્યો છે. અર્જુન મોઢવાડિયાએ પ્રત્યેક મૃતક પરિવારને 4 લાખની સહાય અને સરકારી કર્મચારીના મોતના કિસ્સામાં પરિવારજનોને નોકરી આપવાની સાથે કોરોના કાળમાં સરકારની બેદરકારી સામે તપાસ થાય તે માટે તપાસ પંચ નીમવાની માગ કરી છે.
અર્જુન મોઢવાડિયાએ કોરોના સંક્રમણ કાળમાં અઢી લાખ જેટલા ગુજરાતીના મોત થયાં છે એવું નિવેદન કર્યું છે કોરોના કાળમાં રાજ્ય સરકારની નિષ્ફળતા અંગે તપાસ પંચની કરી મોઢવાડિયાએ માગકોરોના સંક્રમણ કાળમાં રાજ્ય સરકાર અને તેના આરોગ્ય વિભાગની નબળી કામગીરીને કારણે ગુજરાતના લોકોના જીવ જોખમમાં મુકાયા હતાં જેને લઇને રાજ્ય સરકાર સામે તપાસ પંચની માગ કરી છે. વધુમાં મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જે સરકારી કર્મચારીઓનું મોત કોરોના સંક્રમણને કારણે થયું છે તેમના પરિવારમાંથી કોઇ એક વ્યક્તિને વારસાગત નોકરી આપવામાં આવે. વધુમાં મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને કારણે જે પ્રકારે બેકારીનો માહોલ સર્જાયો છે તેને કારણે રાજ્યમાં મોંઘવારી ઐતિહાસિક સ્તરે વધી રહી છે તેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર મોંઘવારી અને બેકારીમાંથી રાહત મળે તે માટેનું કોઇ રાહત પેકેજ જાહેર કરે તેવી માગ પણ આજે તેમણે કરી હતીઆ પણ વાંચોઃ
પેગાસીસ સોફ્ટવેર મામલે અર્જુન મોઢવાડીયાએ મોદી સામે તપાસ અને શાહના રાજીનામાની માગ કરી