ગુજરાત

gujarat

ETV Bharat / city

લોકડાઉન 4.0ઃ તહેવાર દરમિયાન ખરીદી નહીં નીકળતા વેપારીઓમાં ભારે ચિંતા - કોરોના વાઈરસ ન્યૂઝ જૂનાગઢ

કોરોના વાઈરસના વિશ્વ વ્યાપી ખતરા બાદ આપવામાં આવેલા દેશ વ્યાપી લોકડાઉનને કારણે લગ્ન પ્રસંગ બાદ હવે રમઝાન મહિનાની ખરીદી પણ મર્યાદિત થતાં વેપારીઓનું આખું વર્ષ બગડ્યા હોવાનું વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

gujarat festival
તહેવાર દરમિયાન ખરીદી નહીં નીકળતા વેપારીઓમાં ભારે ચિંતા

By

Published : May 24, 2020, 5:12 PM IST

જૂનાગઢઃ કોરોના વાઈરસે એક જ સમયમાં સમગ્ર વિશ્વને એવું તો બાનમાં લીધું કે, એક સાથે સમગ્ર વિશ્વમાં વેપાર બંધ થઈ ગયો છે. ત્યારે ગત માર્ચ મહિનામાં ભારતમાં આવેલા કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ પાડવાની ફરજો જે તે રાજ્ય અને કેન્દ્ર સરકારને પડી હતી. આ સમય દરમિયાન હિન્દુ ધર્મના મોટાભાગના તહેવારો અને લગ્ન પ્રસંગની સીઝન આવી હતી. પરંતુ લોકડાઉનના કારણે તમામ વ્યાપારિક સંકુલોને બંધ રાખવાની અસર વેપારીઓને પડી હતી. જેની માઠી અસરો હવે એમના રોજગાર પણ પડી રહી છે.

તહેવાર દરમિયાન ખરીદી નહીં નીકળતા વેપારીઓમાં ભારે ચિંતા
24મી માર્ચ પ્રથમ તબક્કાનું લોકડાઉન સમગ્ર દેશમાં અમલમાં આવ્યું હતું. જે અત્યારે ચોથા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. આ સમય દરમિયાન મોટા ભાગના હિન્દુ તહેવારો અને લગ્ન પ્રસંગની સિઝન પણ હતી અને ત્યારબાદ પવિત્ર રમઝાન માસ પણ શરૂ થઈ ગયો જે આવતીકાલે રમઝાન ઇદના તહેવાર બાદ વિધિવત્ રીતે પૂર્ણ થશે. વેપારીઓ માટે આખું વર્ષ કમાણીના આ બે જ મહિના હોય છે, ત્યારે કમાણીના સમય દરમિયાન આવતા સમગ્ર બજારો બંધ રહી હતી. હવે જ્યારે ચોથા તબક્કાનું લોકડાઉન શરૂ છે અને તેમાં કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. પરંતુ જે પ્રકારે બજારમાં ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે વેપારીઓને આ વર્ષે ખૂબ જ નુકસાની સહન કરવી પડશે તેઓ બજારના માહોલ પરથી લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details