ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢનાં મૃગીકૂંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની થઈ પૂર્ણાહુતિ

મહાશિવરાત્રીમાં ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકૂંડમાં પવિત્રનાં સ્નાન પૂર્ણ થયાં બાદ મહાશિવરાત્રીના ધાર્મિક મહોત્સવને વિધિવત રીતે પૂર્ણ જાહેર કરાયો હતો. પાંચ દિવસ ચાલેલો ધાર્મિક ઉત્સવ સંન્યાસીઓના મૃગીકૂંડમાં સ્નાન થવાની સાથે પૂર્ણ થયો હતો.

junagadh
junagadh

By

Published : Mar 12, 2021, 7:20 AM IST

  • હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતોની રવેડી
  • મેદની વિનાના મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે વાજતે ગાજતે નીકળેલી રવેડી
  • સંન્યાસીઓએ મૃગીકૂંડમાં સ્નાન કરીને મહાશિવરાત્રી પર્વની કરી ધાર્મિક ઉજવણી

જૂનાગઢ: જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવનાથ ક્ષેત્રમાં હરહર મહાદેવ અને બમબમ ભોલેના નાદ સાથે લોકોની મેદની વિના સાધુ સંતોની રવેડી યોજાઈ હતી. વાજતે ગાજતે યોજાયેલી રવેડીમાં નાગા સાધુ સંતોએ અંગ કસરત, તલવારબાજી, લાઠી દાવ સહિતના કરતબો રજૂ કર્યા હતાં. બાદમાં મૃગીકુંડમાં શાહીસ્નાન પછી ભવનાથ મહાદેવની મહાઆરતી યોજાઈ હતી. આ સાથે પાંચ દિવસીય મહાશિવરાત્રીના પરંપરાગત મેળાનું સમાપન થયું હતું.

સંન્યાસીઓએ મૃગીકૂંડમાં સ્નાન કરીને મહાશિવરાત્રી પર્વની કરી ધાર્મિક ઉજવણી

મૃગીકૂંડમાં શાહીસ્નાન સાથે મહાશિવરાત્રીના મહાપર્વની થઈ ધાર્મિક પૂર્ણાહુતિ

મૃગીકૂંડમાં નાગા સંન્યાસીઓ દ્વારા નાહી સ્નાન કરવાની સાથે જ મહાશિવરાત્રીનું મહાપર્વ ધાર્મિક આસ્થાને ઉત્સાહ સાથે વિધિવત રીતે સંપન્ન થયું હતું. રાત્રિના 10:30 કલાકે ભવનાથ મહાદેવ મંદિર તરફથી જૂના અખાડા, અગ્નિ અખાડા અને આહવાન અખાડા જે ઘણાં વર્ષોથી ભવનાથ મંદિરથી નીકળતી રવેડીમાં જોડાય છે તે આ વર્ષે પણ જોડાયા હતાને મહાશિવરાત્રીની રવેડીનો પ્રસ્થાન થયું હતું.

આ પણ વાંચો:સિદ્ધપુરમાં ભગવાન શિવની શાહી સવારી નીકળી

હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતોની રવેડી

જેમાં ત્રણે અખાડાનાં ઇષ્ટ દેવ ગુરુ દત્તાત્રેય, માં ગાયત્રી અને ગણપતિ મહારાજને એકસાથે રવેડીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. રવેડી ભવનાથ મંદિરથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી જે ભવનાથ પરિક્ષેત્રના માર્ગો પર ફરીને લોકોને દર્શન આપી પરત રાત્રિના 12 ચાલીસ કલાકે ભાવનાથ મંદિર ફરી હતી. મહાશિવરાત્રીનું શાહી સ્નાન નાગા સંન્યાસીઓએ મૃગીકૂંડમાં કરીને મહાશિવરાત્રીનો તહેવાર વિધિવત રીતે સંપન્ન કર્યો હતો

હર હર મહાદેવના નાદ સાથે સાધુ-સંતોની રવેડી

મહાશિવરાત્રીનું પર્વ શિવના સૈનિક એવા નાગા સંન્યાસીઓ માટે રાખે છે ખૂબ જ મહત્વ

મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભોળાનાથના લગ્ન થયાં હોવાની આપણી ધાર્મિક માન્યતા આદિ અનાદિકાળથી ચાલતી આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર નાગા સંન્યાસીઓ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. પાંચ દિવસ સુધી ભવનાથની તળેટીમાં અલખને ઓટલે ભગવાન ભોળાનાથના ધુણા ધખાવીને સતત આરાધના કરતા નાગા સંન્યાસીઓમા શિવરાત્રીના દિવસે નીકળતી રવેડીમાં ખૂબ જ ઉત્સાહ સાથે સામેલ થાય છે.

જૂનાગઢનાં મૃગીકૂંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની થઈ પૂર્ણાહુતિ

આ પણ વાંચો:શિવરાત્રીના પર્વ પર બાંગ્લાદેશના હાઈ કમિશ્નર વડનગરની મુલાકાતે આવ્યા

રવેડીમાં ભવનાથના ત્રણ અખાડા અને નાગા સંન્યાસીઓ જોડાયા

સંન્યાસીઓ અંગ કસરતના દાવ કરતાની સાથે જ હર હર મહાદેવના ગગનભેદી નારાઓ લગાવીને માતા પાર્વતી અને ભોળાનાથના લગ્નની જાણે કે ધાર્મિક ઉજવણી કરતા હોય તેવો માહોલ ઉભો કરી આપતા હતા અને રવેડીમાં સામેલ થઈને સમગ્ર ગિરનાર વિસ્તારમાં પરિભ્રમણ કરી મૃગીકૂંડમાં પવિત્ર સ્નાન વિધિને સંપન્ન કરી મહાશિવરાત્રીના પાવન પર્વની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરી હતી.

જૂનાગઢનાં મૃગીકૂંડમાં શાહી સ્નાન સાથે મહાશિવરાત્રીના મેળાની થઈ પૂર્ણાહુતિ

આ પણ વાંચો:પાંડવકાલીન ભીમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાયો

ABOUT THE AUTHOR

...view details