ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે જનવાણી 91.2 FM રેડિયો

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને તમામ પ્રકારની ખેતીલક્ષી માહિતી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2015 થી જનવાણી FM રેડિયો શરૂ કરવામાં આવ્યો છે. જેને ખેડૂતો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે.

જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન જનવાણી 91.2 FM રેડિયો
જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન જનવાણી 91.2 FM રેડિયો

By

Published : Sep 10, 2020, 2:24 PM IST

જૂનાગઢ: જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2015માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબેન પટેલના હસ્તે જનવાણી FM રેડિયોની શરૂઆત કરવામાં આવી હતી. આ રેડિયોમાં આવતા વિવિધ કૃષિલક્ષી કાર્યક્રમો વડે ખેડૂતોને વિવિધ ઋતુમાં કેવા પ્રકારના પાકોનું વાવેતર કરવું તેમજ રોગની સ્થિતિમાં કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરવો, ઉપરાંત નિંદામણની અકળાવનારી સમસ્યાઓ સામે કઈ રીતે કામ લેવું તેની વિગતવાર માહિતી અને પ્રશ્નોત્તરી તેમજ રોગની સ્થિતિમાં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિભાગીય વડા, અધ્યાપકો, વૈજ્ઞાનિકો તેમજ સંશોધકો ખેડૂતોને પૂરતી માહિતી પૂરી પાડી રહ્યા છે.

જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન જનવાણી 91.2 FM રેડિયો
કોમ્યુનિટી રેડિયોને વર્તમાન સમયમાં વિકાસ પામતું આધુનિક માધ્યમ માનવામાં આવે છે. કોઈ એક ચોક્કસ સમુદાયના અવાજને સાર્વજનિક રીતે વ્યક્ત કરવા માટે તેમજ લોકોનો વ્યક્તિગત રૂપે, સામાજિક, આર્થિક, બૌદ્ધિક અને શૈક્ષણિક સ્તરમાં વિકાસ થાય તે માટે કોમ્યુનિટી રેડિયો સેન્ટર ઉપયોગી બની રહ્યું છે. જુનાગઢ જનવાણી 91.2 FM રેડિયોનું જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા સંચાલન કરવામાં આવે છે અને તેને માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર દ્વારા અનુમોદિત પણ કરવામાં આવ્યું છે. આ સેવા ખાસ કરીને ખેડૂતો માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરી રહી છે અને તે પણ બિલકુલ વિનામૂલ્યે.
જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન જનવાણી 91.2 FM રેડિયો
જૂનાગઢ જનવાણી FM રેડિયો સ્ટેશન સવારના 8 થી 10 અને બપોરના 4 થી 6 એમ બે તબક્કામાં કુલ ચાર કલાક સુધી કાર્યરત હોય છે. આ રેડિયોનો શ્રોતાવર્ગ મોટેભાગે ખેડૂતમિત્રો હોય છે. રેડિયો સ્ટેશન દ્વારા કૃષિક્ષેત્રના વિવિધ તજજ્ઞોને બોલાવી ખેડૂતોની સમસ્યાના નિરાકરણ માટેના કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. આ સાથે જ ભક્તિ સંગીત, સંગીત સરિતા, કૃષિ જગત, વિજ્ઞાન વાણી, ગ્રામીણ જગત, નમો ગૃહિણી જેવા લોકસાહિત્ય અને સંસ્કૃતિને પ્રાધાન્ય આપતા કાર્યક્રમોને પણ પ્રસારિત આપવામાં આવે છે. જૂનાગઢ જનવાણી FM રેડિયો બાળકો, મહિલાઓ, યુવાનો વગેરેમાં છુપાયેલી કેટલીક વણઓળખાયેલી પ્રતિભાઓને પણ લોકોની વચ્ચે લઈ જવા માટે આજે મદદરૂપ બની રહ્યો છે.
જૂનાગઢના ખેડૂતો માટે આશીર્વાદ સમાન જનવાણી 91.2 FM રેડિયો
આ ઉપરાંત આ રેડિયોમાં શિક્ષણ અને ઈતિહાસ તેમજ પર્યાવરણને લગતા પરિસંવાદનું પણ વિવિધ તજજ્ઞોની હાજરીમાં પ્રસારણ થતું હોય છે. મુખ્યત્વે જૂનાગઢ જનવાણી FM રેડિયો સ્ટેશન ખેડૂતોને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય સંસ્કૃતિ આધારિત બનાવવામાં આવ્યું છે. આ રેડિયો સ્ટેશન થકી મોટા ભાગના ખેડૂતો અહીં આપવામાં આવતા સૂચનોનું તેમની ખેતી પદ્ધતિમાં અમલ કરીને પ્રગતિશીલ ખેતી તરફ આગળ વધી રહ્યા છે.

જૂનાગઢથી મનીષ ડોડીયાનો વિશેષ અહેવાલ.

ABOUT THE AUTHOR

...view details