ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડની પ્રશંસનીય કામગીરી, 47 સગર્ભાઓને કરી કોરોનામુક્ત - junagadh covid patients

કોરોના સંક્રમણની આ ભયંકર મહામારી વચ્ચે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં પ્રશંસનીય કામગીરી થઇ રહી છે. 940 જેટલા બેડ ધરાવતી આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં 47 જેટલી મહિલા દર્દીઓ કે જે ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમિત બની હતી તેમનો સફળતાપૂર્વક ઇલાજ કરી કોરોનામુક્ત કરવામાં આવ્યા છે. એટલું જ નહિ, 11 મહિલાઓની સ્વસ્થ ડિલીવરી પણ કરાવવામાં આવી છે. આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન એકપણ માતા તેમજ બાળકનું મૃત્યુ થયું નથી.

જૂનાગઢ
જૂનાગઢ

By

Published : Apr 27, 2021, 9:31 PM IST

  • જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડની સફળ કામગીરી
  • છેલ્લા એક વર્ષમાં 47 જેટલી મહિલાઓ કોરોના સંક્રમણની સારવાર માટે આવી હતી
  • 11 ગર્ભવતી મહિલાઓની કોરોનામુક્ત ડિલીવરી કરી

જૂનાગઢ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં 940 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ગર્ભવતી મહિલાઓને બાળકના જન્મની સાથે તેમની સારવાર પણ કરવામાં આવતી હોય છે. છેલ્લા એક વર્ષ દરમિયાન કોરોના સંક્રમણ જેવી અતિગંભીર પરિસ્થિતિની વચ્ચે પણ ગાયનેક વોર્ડમાં વિભાગના વડા ડૉ. પ્રિયંકા અને તેમની ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતી પ્રત્યેક મહિલાઓને વિશેષ કાળજી સાથે ખૂબ જ ઉમદા સેવા કરવામાં આવી રહી છે. જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીમાં એકપણ ગર્ભવતી મહિલાને કોરોના સંક્રમણથી મોત થવા સુધીની પરિસ્થિતિમાં જવા દીધી નથી, જે આ ગાયનેક વોર્ડની એક અત્યંત કુશળ કામગીરીનું ઉદાહરણ છે.

જૂનાગઢ

આ પણ વાંચો: માંગરોળની સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર શરૂ કરવા માટે ભાજપના આગેવાનોએ મૂલાકાત લીધી

ડિલીવરી બાદ 40 વોર્ડની અલગ વ્યવસ્થા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 47 જેટલી ગર્ભવતી મહિલાઓ કોરોના સંક્રમિત થઈને સારવાર લેવા માટે આવી હતી. આ પૈકી 11 જેટલી મહિલાઓ તેમના ડિલીવરીના સમયગાળા દરમિયાન કોરોના સંક્રમિત બની હતી. આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ગાયનેક વોર્ડના તબીબોએ આ મહિલાઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને સ્વસ્થ બાળકને જન્મ અપાવ્યો હતો. ત્યારબાદ તેમની યોગ્ય અને કાળજીપૂર્વકની સારવારને અંતે 11 જેટલી માતા અને તેમના નવજાત શિશુઓ કોરોના સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ શરીર અને મન સાથે પરત એમના ઘરે ફર્યા હતા. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં 40 વોર્ડની અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપ્યા બાદ આ વોર્ડમાં રાખવામાં આવે છે અને તેમની વિશેષ કાળજી સાથે તેમને કોરોના સંક્રમણથી મુક્ત કરીને ફરી તેમના પરિવારને તમને ઘર સાથે મોકલી આપવાની સફળ કામગીરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડ દ્વારા અત્યાર સુધી નિભાવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details