જૂનાગઢ: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે જૂનાગઢમાં ડોકટર સુભાષ એકેડમી (Cm at Doctor Subhash Academy) ખાતે આર્યુવેદિક હોસ્પિટલને લોકો માટે ખૂલ્લી મૂકી (Bhupendra Patel opens Ayurvedic hospital) હતી. સાથે સાથે તેમણે એકેડમીના વાર્ષિક ઉત્સવમાં પણ હાજરી આપી હતી અને પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષણ અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણને લઈને ડોક્ટર સુભાષ એકેડેમી જે કામ કરી રહી છે તેની ભારોભાર પ્રશંસા કરીને સમાજમાં આ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનુ શું મહત્વ હોઈ શકે તેને લઈને તેમના વિચારો ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓની વચ્ચે વ્યક્ત કર્યા હતા. શિક્ષણની જ્યોત જગાવનાર ડોક્ટર સુભાષ એકેડેમીના તમામ કર્તવ્યનિષ્ઠ કર્મચારી અધિકારી અને જેમના માર્ગદર્શક પેથલજી ચાવડા અને જવાહાર ગામડાની પણ ભારોભાર પ્રશંસા કરી હતી.
30 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત
શાળાનો વાર્ષિક ઉત્સવ પણ મનાવવામાં આવ્યો હતો. પાછલા 30 વર્ષ કરતાં વધુ સમયથી જૂનાગઢમાં ડોક્ટર સુભાષ એકેડેમી શૈક્ષણિક સંસ્થા ચાલી રહી છે, આ સંસ્થામાં દીકરીઓના શિક્ષણને લઈને વિશેષ ચિંતા કરવામાં આવી હતી અને પ્રત્યેક સમાજની દીકરી અશિક્ષિત ન રહે તેને ધ્યાને રાખીને વર્ષો પૂર્વે આ સંસ્થાનું સ્થાપન કેળવણીકાર અને સૌરાષ્ટ્રના અગ્રણી સ્વર્ગસ્થ પેથલજીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યુ હતુ. શિક્ષણની જ્યોત જગાવનાર ડોક્ટર સુભાષ એકેડેમીના તમામ કર્મચારી શિક્ષકો અધિકારીઓની સાથે જવાહર ચાવડાના પ્રયાસોને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બિરદાવ્યા હતા અને આ જ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ રાજ્ય સરકારનું કામ જે સમાજ સુધારા સાથે જોડાયેલું છે તેને ખૂબ જ હળવું કરી રહી છે તેવો પ્રતિભાવ પણ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપ્યો હતો.