જૂનાગઢઃ જિલ્લાના વાતાવરણમાં શનિવારે અચાનક પલટો આવ્યો છે. શુક્રવારે રાત્રીના સમયે જૂનાગઢ શહેરમાં પણ વીજળીના ભારે ચમકારાની સાથે વરસાદના હળવા છાંટા પડયા હતા, ત્યારે શનિવારે જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ગ્રામ્ય પંથકોમાં તેમજ કેશોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે મેઘરાજાનું આગમન થયું છે.
જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પલટો, માળીયાના ગ્રામ્ય પંથકોમાં ધીમીધારે વરસાદ - જૂનાગઢમાં વરસાદ
જૂનાગઢ જિલ્લાના માળીયા અને કેશોદ પંથકમાં શનિવારે ધીમીધારે વરસાદ પડ્યો છે. ગત એક અઠવાડિયાથી જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો, પરંતુ શુક્રવારથી જિલ્લાના કેટલાક તાલુકામાં વાતાવરણ બદલાયું છે અને શનિવારે માળીયાના ગ્રામ્ય અને કેશોદમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
માળીયાના ગ્રામ્ય પંથકોમાં ધીમીધારે વરસાદ
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ શુક્રવારથી જૂનાગઢ શહેર અને જિલ્લામાં ફરી પાછું વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. મોટાભાગે મગફળીનો પાક તૈયાર થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં વરસાદનું આગમન ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની રહે તેવું લાગી રહ્યું છે.