ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં શહેરના રસ્તાઓ નવીનીકરણની રાહમાં, પાઈપલાઈન કામગીરીને કારણે વિલંબ - માર્ગો નવીનીકરણ

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન તેમજ લોકોને ઘર-ઘર સુધી ગેસ પાઇપલાઇન મારફત મળી રહે તે માટેની કામગીરી ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો છેલ્લા ત્રણ ચાર મહિનાથી નવીનીકરણની રાહમાં છે. પરંતુ ભૂગર્ભ ગટર પીવાના પાણીની પાઈપલાઈન અને ગેસની લાઈનનું કામ હજુ પૂર્ણ થયું નથી. માટે આ માર્ગોના નવીનીકરણને લઈને હજુ થોડો સમય લાગશે.

junagadh
junagadh

By

Published : Dec 22, 2020, 10:09 AM IST

  • છેલ્લા ત્રણેક મહિનાથી જૂનાગઢ શહેરના મુખ્ય બે માર્ગો નવીનીકરણની રાહમાં
  • ભૂગર્ભ ગટર પીવાનું પાણી તેમજ ગેસની પાઈપલાઈનની કામગીરીને લઈ માર્ગોના નવીનીકરણમાં વિલંબ
  • આગામી દિવસોમાં પાઈપલાઈનનું કામ પૂર્ણ થયે માર્ગોના નવીનીકરણનું કામ હાથ ધરાશે


    જૂનાગઢઃ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન તેમજ લોકોને ઘર-ઘર સુધી ગેસ પાઇપલાઇન મારફત મળી રહે તે માટેની કામગીરી ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો છેલ્લા ત્રણ ચાર મહિનાથી નવીનીકરણની રાહમાં છે. પરંતુ ભૂગર્ભ ગટર પીવાના પાણીની પાઈપલાઈન અને ગેસની લાઈનનું કામ હજુ પૂર્ણ થયું નથી. માટે આ માર્ગોના નવીનીકરણને લઈને હજુ થોડો સમય લાગશે. આગામી દિવસોમાં આ બંને માર્ગ નવીનીકરણથી પૂર્વવત કરાશે તેવું મ્યુન્સિપલ કમિશ્નરે ઈટીવી ભારતને જણાવ્યું છે.
    જૂનાગઢમાં શહેરના રસ્તાઓ નવીનીકરણની રાહમાં

શહેરના મુખ્ય માર્ગોના નવીનીકરણનું કામ આગામી દિવસોમાં હાથ ધરાશે

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના એમ.જી.રોડ અને જવાહર રોડના નવીનીકરણનું કામ છેલ્લા ત્રણેક મહિનાથી વિલંબમાં થતું જોવા મળી રહ્યું છે, જેને કારણે આ વિસ્તારનાં વેપારીઓ અને વાહનચાલકોને અગવડનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ બંને માર્ગો મુખ્ય બજારની સાથે રહેણાંક વિસ્તાર સાથે પણ જોડાયેલા છે. આવી પરિસ્થિતિમાં અહીં ભૂગર્ભ ગટર પીવાનું પાણી તેમજ ગેસની પાઈપલાઈન નાખવાના કામો પ્રગતિમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે આ બંને મુખ્ય માર્ગનું નવીનીકરણ હાલ વિલંબમાં છે. જે આગામી દિવસોમાં ગટર અને પાઈપલાઈનનું કામ પૂર્ણ થયે માર્ગોના નવીનીકરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશ્નરે Etv Bharat ને જણાવ્યું હતું.

પાઇપલાઇનની કામગીરીને લઈ માર્ગના નવીનીકરણમાંઅડચણો

જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂગર્ભ ગટરના કામો સમગ્ર શહેરને આવરીને તેમજ આગામી 50 વર્ષ જેટલા સમયને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યા છે. વધુમાં પાણીની પાઈપલાઈનને લઈને પણ આગામી કેટલાક વર્ષો સુધી કોઈ નવું આયોજન ન કરવું પડે તેને લઈને પણ કામો ચાલી રહ્યા છે. વધુમાં જૂનાગઢ શહેરના લોકોને પાઇપલાઇન મારફતે રાંધણગેસ મળી રહે તેને લઈને પણ આયોજન થયું છે અને ગેસની પાઈપલાઈનનું કામ પણ હાલ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં માર્ગોના નવીનીકરણને લઈને વિલંબ જોવા મળી રહ્યો છે. વારંવાર તૂટતા રોડને કારણે લોકો પણ પરેશાન જોવા મળ્યા છે, ત્યારે પાઇપ લાઇનના કામો આગામી 50 વર્ષને ધ્યાને રાખીને હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે વારંવાર રોડને પાઈપ લાઈન નાખવાના બહાને ન તોડવો પડે તેને લઈને માર્ગોના નવીનીકરણમા થોડો વિલંબ જોવા મળી રહ્યો છે. પરંતુ આગામી દિવસોમાં પાઈપલાઈનનું કામ પૂર્ણ થઇ માર્ગોના નવીનીકરણનું કામ હાથ ધરવામાં આવશે એવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું.








ABOUT THE AUTHOR

...view details