- જૂનાગઢ શહેરમાં બંધ પડેલી સિટી બસ સેવાને શરૂ કરવા ઊઠી માંગ
- 2 વર્ષથી બંધ રહેલી સિટી બસ સેવાને કારણે લોકોને પડી રહી છે પારાવાર મુશ્કેલીઓ
- જૂનાગઢને 22 સિટી બસો મળશે તેવું મેયરનું આશ્વાસન
જૂનાગઢ: છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ શહેરની સિટી બસ સેવા (Junagadh City Bus Service) બંધ જોવા મળી રહી છે. તો હવે શહેરમાં બંધ પડેલી સિટી બસ સેવાને પૂર્વવત કરવા જૂનાગઢના નાગરિકો અને કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા (Leader of the Opposition in Junagadh Corporation) દ્વારા માંગ કરવામાં આવી છે. તેને લઈને જૂનાગઢના મેયરે આગામી દિવસોમાં સરકારી અને કેટલીક ટેકનિકલ વ્યવસ્થા પૂરી થયા બાદ સિટી બસ સેવા જૂનાગઢના લોકો માટે ફરી શરૂ કરાશે ભરોસો અપાવ્યો હતો.
સિટી બસ સેવા બંધ થવાના કારણે શહેરીજનોને ભારે મુશ્કેલી
છેલ્લા 2 વર્ષથી જૂનાગઢ શહેરની સિટી બસ સેવા બંધ પડેલી જોવા મળી રહી છે, જેને કારણે જૂનાગઢના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં હવે શહેરના નાગરિક અને રાજકીય આગેવાનો દ્વારા પણ જૂનાગઢ શહેરની સિટી બસ સેવા પૂર્વવત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જૂનાગઢના નાગરિકો માની રહ્યા છે કે સતત વધી રહેલી મોંઘવારી અને તેમાં પણ પેટ્રોલના ભાવ વધારાને કારણે શહેરની અંદર સ્થાનિક આવાગમન ખુબ જ મોંઘુ પડી રહ્યું છે, ત્યારે શહેરના સ્થાનિક આવાગમન માધ્યમ તરીકે સિટી બસ રાજ્યના તમામ મહાનગરો અને કેટલાક નગરોમાં સફળતાપૂર્વક ચાલી રહી છે, પરંતુ જૂનાગઢ મહાનગરમાં પાછલા 2 વર્ષથી સિટી બસ સેવાનું સંચાલન બંધ થયું છે જેને કારણે શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં 22 સિટી બસ દોડતી થશે