- કોરોના સંક્રમણને કારણે નાતાલ પર્વની કરાશે સાદાઈથી ઉજવણી
- કોરોનાની ગાઈડલાઈન્સ સાથે કરાશે નાતાલની ઉજવણી
- ચર્ચના પાદરી વિનોદે આ અંગે આપી માહિતી
જૂનાગઢ: શુક્રવારે નાતાલનું પર્વ છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે જૂનાગઢમાં આવેલા ચર્ચમાં નાતાલ પર્વની સાદાઈથી અને કોરોના ગાઈડલાઈન્સ સાથે ઉજવણી કરવાની ચર્ચના પાદરી વિનોદે જાહેરાત કરી છે. ગત વર્ષે નાતાલ પર ખૂબ ધામધૂમ જોવા મળી હતી પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને નાતાલનું પર્વ સાદાઈથી ઉજવવામાં આવશે.
કોરોના સંક્રમણને કારણે નાતાલ પર્વની કરાશે સાદાઈથી ઉજવણી ગત વર્ષે હતી નાતાલની ધામધૂમ
ગત વર્ષે નાતાલના તહેવારને લઈને ખૂબ ધામધૂમ જોવા મળી હતી પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને નાતાલનું પર્વ સાદાઈથી ઉજવવામાં આવશે. કોરોના સંક્રમણની અસર નાતાલની ઉજવણી ઉપર પણ જોવા મળી છે. જૂનાગઢમાં નાતાલની ઉજવણી સાદાઈથી કરવાની જાહેરાત જૂનાગઢ ચર્ચના પાદરીએ કરી છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને નાતાલ પર્વની ઉજવણી સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન મુજબ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. ગત વર્ષે જૂનાગઢમાં નાતાલ પર્વની ભારે ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ વર્ષે જે પ્રકારે કોરોનાનું સંક્રમણ વિસ્તરી રહ્યું છે જોતાં ચર્ચામાં અનુયાયીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કોરોના સંક્રમણને કારણે નાતાલ પર્વની કરાશે સાદાઈથી ઉજવણી