મુખ્યપ્રધાને જૂનાગઢમાં રોપવે સાઈટની લીધી મુલાકાત - Narsingh Mehta Lake in junagadh
જૂનાગઢઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે જૂનાગઢ આવ્યા હતા. જ્યાં તેમણે પ્રથમ વડાલ ખાતે ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતુ અને ત્યારબાદ ભવનાથ ખાતે રોપ-વે સાઈટની મુલાકાત લીધી હતી. જે દરમિયાન મુખ્યપ્રધાને રોપ-વેનું કામ તાકીદે પૂર્ણ કરવાની દિશામાં જૂનાગઢના અધિકારીઓ સાથે ચર્ચાઓ કરી હતી.
![મુખ્યપ્રધાને જૂનાગઢમાં રોપવે સાઈટની લીધી મુલાકાત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4669857-thumbnail-3x2-jnd.jpg)
ropeway site in Junagadh
વડાલમાં પ્રથમ નવ નિર્મિત ખાનગી કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ભવનાથમાં આકાર લઈ રહેલા વિશ્વના સૌથી લાંબા રોપ વે પ્રોજેક્ટની મુલાકાત લઈ કામની પ્રગતિનો અહેવાલ અધિકારીઓ પાસેથી મેળવ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે, આગામી 3 કે 4 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે. સાથે જ ઉપરકોટ કિલ્લો અને નરસિંહ મહેતા તળાવની બ્યુટીફિકેશનને લઈને પણ તાકીદે કામ શરુ કરવાની વાત કરી હતી.
મુખ્યપ્રધાને જૂનાગઢમાં રોપવે સાઈટની લીધી મુલાકાત