મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને સાધન સહાયનું ઈ-લોકાર્પણ કર્યું - Farmers
આજથી રાજ્ય સરકારની ખેડૂતો માટેની સાધન સહાય યોજનાનો લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર સ્થિત તેમની કચેરીમાંથી જૂનાગઢ ખાતે કર્યું હતું આ યોજના થકી ખેડૂતોને સબસિડીપાત્ર સાધનસહાય આપવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
જૂનાગઢઃ આજથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂત સાધન સહાય યોજના અમલમાં મૂકવા જઈ રહી છે ત્યારે રાજ્યના મુખ્યપ્રધાને રાજ્યવ્યાપી યોજનાનું ગાંધીનગર સ્થિત તેમની કચેરીએથી ઈ-લોકાર્પણ કર્યું હતું. આજે જૂનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટી સભાખંડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ હાજરી આપીને યોજના અંગે માહિતી પ્રાપ્ત કરી હતી. આ યોજના થકી ખેડૂતો તેમની કૃષિ જણશોને ખેતરથી બજાર અને બજારથી ખેતર સુધી લાવી શકશે, જેમાં ખેડૂતોની મહેનતથી લઈને સમયનો બચાવ થશે.