- આજે મુખ્યપ્રધાન બનશે જૂનાગઢ જિલ્લાના મહેમાન
- જૂનાગઢમાં ગટર તેમજ કેશોદમાં રાષ્ટ્રીય અન્ન સલામતી યોજનાનો શુભારંભ અને ખાતમૂહૂર્ત કરશે
- બન્ને કાર્યક્રમમાં કેબિનેટના પ્રધાનો, સાંસદ અને ધારાસભ્ય પણ જોડાશે
જૂનાગઢઃ આજે બુધવારે મુખ્યપ્રધાન રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવવાના છે. મુખ્યપ્રધાન જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 300 કરોડ કરતાં વધુના ખર્ચે છે બનનારી ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત કરશે તેમજ કેશોદ ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદાનો શુભારંભ કરશે. આ યોજનાથી 50 લાખ લાભાર્થીઓને લાભ થશે.
આવતીકાલે મુખ્યપ્રધાન રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે મુખ્યપ્રધાન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી
બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આગામી 60 વર્ષની વસ્તી ગીચતા અને વિકાસને ધ્યાને રાખીને અંદાજે 300 કરોડ કરતાં વધુના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાના કામનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત કેશોદ ITI મેદાનમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા નીચે 10 લાખ કુટુંબના 50 લાખ લાભાર્થીઓને આ યોજનામાં સમાવેશ કરીને યોજનાનો જૂનાગઢથી રાજ્યના 101 તાલુકામાં સામુહિક રીતે લાગુ કરશે. જેમાં જૂનાગઢ અને પોરબંદરના સાંસદ, કેબિનેટના પ્રધાનો સહિત લાભાર્થીઓને ભાજપના કાર્યકરો હાજરી આપશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને લોકાર્પણ અને યોજનાની થઈ રહી છે ધડાધડ જાહેરાત
આગામી કોઇપણ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતો થઇ શકે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં આદર્શ આચારસંહિતાને કારણે લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિધિ જેવા કાર્યક્રમો પર સરકારી પ્રતિબંધ લાગી જતો હોય છે. જેથી મુખ્યપ્રધાન રુપાણી ગત કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રવાસ કરીને ખાતમુહૂર્ત અને વિવિધ યોજનાનું લોકાર્પણ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આવતીકાલે બુધવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લાના કેશોદમાં યોજનાનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત વિધિ કરશે. ત્યારબાદ મુખ્યપ્રધાન ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે પણ જવાના છે. અહીંયા પણ મુખ્યપ્રધાન રાતવાસો કરીને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિકાસના કામોની યોજનાનું ખાતમુહૂર્ત કરશે.