Chaitri Navratri in Jnagadh : રાજરાજેશ્વરી શક્તિપીઠ ચૈત્રી નવરાત્રિમાં રાખે છે વિશેષ ધાર્મિક મહત્વ - જૂનાગઢમાં ચૈત્રી નવરાત્રી 2022
ગિરનારમાં શક્તિપીઠના રૂપમાં રાજ રાજેશ્વરી બિરાજી (Chaitri Navratri in Jnagadh )રહ્યા છે. અહીં એક સાથે નવ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રકારનું ગુજરાતનું એકમાત્ર મંદિર હોવાનું પણ કહેવાય છે.અહીં ચૈત્રી નવરાત્રી(Chaitri Navratri 2022) દરમ્યાન મોટી સંખ્યામાં માઇભકતો દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે.
Chaitri Navratri in Jnagadh : રાજરાજેશ્વરી શક્તિપીઠ ચૈત્રી નવરાત્રિમાં રાખે છે વિશેષ ધાર્મિક મહત્વ
By
Published : Apr 7, 2022, 1:27 PM IST
|
Updated : Apr 7, 2022, 6:02 PM IST
જૂનાગઢ: ગિરિવર ગિરનારની ગોદમાં જટાશંકર મહાદેવને સમીપે પાછલા કેટલાય વર્ષોથી શક્તિપીઠના રૂપમાં રાજ રાજેશ્વરી બિરાજી (Chaitri Navratri in Jnagadh ) રહ્યા છે. અહીં એક સાથે નવ શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રકારનું ગુજરાતનું એકમાત્ર મંદિર(Rajarajeshwari Shaktipeeth in Junagadh) હોવાનું પણ જણાય આવે છે. અહીં ચૈત્રી નવરાત્રી દરમ્યાન (Chaitri Navratri 2022) મોટી સંખ્યામાં માઇ ભકતો મા રાજરાજેશ્વરી શક્તિપીઠના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરી રહ્યા છે.
આ પ્રકારનું ગુજરાતનું એકમાત્ર મંદિર હોવાનું પણ કહેવાય છે
ચૈત્ર મહિનામાં શક્તિપીઠોના દર્શન અને પૂજનનુ હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ - ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને મા રાજરાજેશ્વરી શક્તિપીઠમાં ધાર્મિક પુજન અને યજ્ઞનું આયોજન ઋષિકુમારોની હાજરીમાં કરવામાં આવ્યું છે. જેમાં આહુતી પણ આપવામાં આવી રહી છે. ચૈત્રી નવરાત્રીના નવ દિવસો દરમ્યાનમાં રાજરાજેશ્વરી શક્તિપીઠમાં ઋષિકુમારો દ્વારા સતત હોમાત્મક યજ્ઞનું આયોજન શક્તિપીઠની સમીપે કરવામાં આવ્યું છે. જેમાં સતત આહુતી આપવામાં આવી રહી છે. આહુતી પાછળનો ધાર્મિક હેતુ સમગ્ર વિશ્વ રાક્ષસી શક્તિ અને માયામાંથી મુક્તિ મળે તે માટે ખાસ યજ્ઞ અને આહુતીનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું છે.
દસ મહાવિદ્યાની શક્તિપીઠ -નવરાત્રિના નવ દિવસ દરમિયાન જેને હિન્દુ ધર્મમાં ઔષધીય સ્વરૂપો માનવામાં આવ્યા છે તેવા શૈલપુત્રી બ્રહ્મચારિણી ચંદ્રઘંટા કુષ્ટમાંડા સ્કંધમાતા કાત્યાયની કાલરાત્રી મહાગૌરી અને સિદ્ધિદાત્રીના બનેલા શક્તિપીઠને રાજરાજેશ્વરી શક્તિપીઠ તરીકે હિન્દુ ધર્મમાં (religious significance in Chaitri Navratri)પૂજવામાં આવે છે. જેને દસ મહાવિદ્યાની શક્તિપીઠ તરીકે પણ શ્રદ્ધાળુ લોકો ઓળખે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અહીં સહસ્ત્ર ચંડીના પાઠ ઋષિકુમારો દ્વારા અવિરત પણે કરવામાં આવે છે. સાથે સાથે યજ્ઞમાં આહુતિ આપીને સમગ્ર જગતનું કલ્યાણ થાય તેમજ વૈશ્વિક શાંતિ સ્થપાય તે માટે પણ ખાસ પૂજા અને અર્ચના કરવામાં આવી રહી છે.
નવદુર્ગાના સ્વરૂપ સમાન રાજ રાજેશ્વરી શક્તિપીઠ-દુર્ગાને હિંદુ ધર્મ અને સંસ્કૃતિમાં સર્વોપરી શક્તિ માનવામાં આવે છે તેથી ચૈત્રી નવરાત્રીના નવ દિવસ દરમિયાન દુર્ગાના સ્વરૂપ નવશક્તિનું સ્થાપન અને પૂજનની સાથે યજ્ઞનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મમાં આલેખવામાં આવ્યું છે. તે મુજબ ચૈત્રી નવરાત્રીના નવ દિવસ સુધી ધાર્મિક વિધિ વિધાન સાથે શક્તિપીઠના સમન્વય સમી રાજરાજેશ્વરી શક્તિપીઠ જગત જનની મા જગદંબાની પૂજા થઈ રહી છે. ચૈત્ર મહિનાનું ધાર્મિક મહત્વ ઉજાગર થાય પ્રત્યેક માઇ ભક્ત સુધી ચૈત્રી નવરાત્રિમાં કરવામાં આવતા અનુષ્ઠાન પૂજા અને યજ્ઞની આહુતીનું વિશેષ ફળ પ્રાપ્ત થાય તે માટે પણ આ વર્ષે ચૈત્રી નવરાત્રિમાં (Chaitri Navratri in Jnagadh )રાજરાજેશ્વરી શક્તિપીઠમાં વિશેષ આયોજન કરાયુ છે જે વર્ષ 2023 ના ફેબ્રુઆરી મહિનામાં પૂર્ણ થશે.
નવદુર્ગાના ઔષધીય સ્વરૂપની પૂજા અને તેનું આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ
1. શૈલપુત્રી (હરદ) ઘણા પ્રકારના રોગોમાં વપરાતી દવા હરદ હિમાવતી છે જે દેવી શૈલપુત્રીનું સ્વરૂપ છે તે આયુર્વેદની મુખ્ય દવા છે તે સાત પ્રકારના પઠાયા હરિતિકા અમૃતા હેમાવતી કાયસ્થ ચેતકી અને શ્રેયસી છે
2. બ્રહ્મચારિણી (બ્રાહ્મી ) bramhi જીવન અને યાદશક્તિને વધારે છે, લોહીના વિકારો દૂર કરે છે અને અવાજને મધુર બનાવે છે, આથી તેને સરસ્વતી પણ કહેવામાં આવે છે
3. ચંદ્રઘંટા (ચંદુસર) ચંદુસર એ એક એવો છોડ છે જે ઘણા જેવો દેખાય છે, સ્થુળતા દૂર કરવામાં આ ઔષધી ફાયદાકારક છે તેથી તેને ચર્મહંતી પણ કહેવામાં આવે છે,
4. કુષ્માંડા (પેથા) આ દવા પેથાને મીઠી બનાવે છે આથી આ સ્વરૂપને પેથા કહેવામાં આવે છે તેને કુમ્હડા પણ કહેવાય છે જે લોહીની વિકૃતિઓ દૂર કરીને પેટ સાફ કરવામાં મદદરુપ બને છે કે માનસિક રોગોમાં અમૃત સમાન છે,
5. સ્કંદમાતા (અળસી) દેવી સ્કંદમાતા અળસી ઔષધી સ્વરૂપે હાજર હોય છે તે વાત પિત્ત અને કફના રોગોનું ઉત્તમ મારણ માનવામાં આવે છે,
6. કાત્યાયની (મોઈયા) દેવી કાત્યાયનીને આયુર્વેદમાં ઘણા નામોથી ઓળખવામાં આવે છે જેમકે અંબા અંબાલિકા અને અંબિકા આ સિવાય તેને મોઈયા પણ કહેવામાં આવે છે આ દવા કફ પિત્ત અને ગળાના રોગોનો નાશ કરે છે,
7. કાલરાત્રી (નાગદૌન) આ દેવી નાગદૌન તરીકે પણ ઓળખાય છે, તે તમામ પ્રકારના રોગોમાં અતિ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે, તે મન અને મગજની વિકૃતિઓ દૂર કરવાના રામબાણ ઔષધીરુપે પણ પ્રચલીત છે,
8. મહાગૌરી (તુલસી) તુલસીના સાત પ્રકાર છે, સફેદ કાળી મારુતા દવાના કુડેરક અરજક અને શતપત્ર આ તમામ તુલસી લોહીને સાફ કરે છે અને હૃદયની બીમારીઓ નાશ કરે છે.
9. સિદ્ધિદાત્રી (શતાવરી) દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. જેને નારાયણી શતાવરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શક્તિ બુદ્ધિ અને વિવેક બુદ્ધિ માટે ખૂબ ઉપયોગી ઔષધિ આજે પણ માનવામાં આવે છે.