ગુજરાત

gujarat

ETV Bharat / city

આજે સમગ્ર વિશ્વમાં ઊંઘ દિવસની ઉજવણી

સમગ્ર વિશ્વના દેશો આજે શુક્રવારે ઊંઘ દિવસ મનાવી રહ્યા છે. ઊંઘ માનવીથી લઈને પશુ,પક્ષીઓ અને વનસ્પતિઓ માટે પણ આવશ્યક છે. તો ચાલો જાણીયે વિશ્વ ઊંઘ દિવસનું મહત્વ અને શા માટે ઊંઘ તમામ માટે જરૂરી છે.

આજે સમગ્ર વિશ્વમાં ઊંઘ દિવસની ઉજવણી
આજે સમગ્ર વિશ્વમાં ઊંઘ દિવસની ઉજવણી

By

Published : Mar 19, 2021, 9:26 AM IST

Updated : Mar 19, 2021, 10:14 AM IST

  • આજે સમગ્ર વિશ્વના દેશો ઊંઘ દિવસ મનાવી રહ્યા છે
  • તબીબો ઊંઘને પ્રત્યેક સજીવ માટે અતિ મહત્વનું પાસું ગણાવી રહ્યા છે
  • ઓછી કે અપૂરતી ઊંઘને કારણે બીમારીથી લઈને અનેક સમસ્યા ઉભી થઇ શકે છે

જૂનાગઢ: વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિસિન દ્વારા માર્ચ મહિનાની 19મી તારીખે વિશ્વ ઊંઘ દિવસ મનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને લઈને સમગ્ર વિશ્વના લોકો આજે ઊંઘ દિવસની ઉજવણી કરી રહ્યા છે. કોઈપણ વ્યક્તિની તંદુરસ્તી માટે ઊંઘ આવશ્યક છે. જેને લઈને વર્લ્ડ એસોસિએશન ઓફ સ્લીપ મેડિસિન દ્વારા આજે ઊંઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો તેમાં કોઈ ઘટાડો કે વધારો થાય તો તેની તંદુરસ્તી પર વિપરીત અસરો થઇ શકે છે. જેની જાગ્રુતી માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે.

આ પણ વાંચો:આજે વિશ્વ ઊંધ દિવસ, તમે પૂરતી ઊંઘ કરો છો?

સમગ્ર વિશ્વના 45 ટકા લોકો અપૂરતી ઊંઘ અને અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે

કોઈપણ વ્યક્તિઓ માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. એક અંદાજ મુજબ, સમગ્ર વિશ્વના 45 ટકા લોકો અપૂરતી ઊંઘ અને અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. માનવી પશુ-પક્ષી અને વનસ્પતિઓ પણ કોઈ ચોક્કસ સમયે ઊંઘ લેવાનું ચૂકતા નથી. ઊંઘની સાથે શરીરમાં થતાં કેટલાક રાસાયણિક ફેરફારોને કારણે દરેક માનવીને ઊંઘ આવતી હોય છે. તબીબી વિજ્ઞાનમાં 8 કલાકની ઊંઘને શ્રેષ્ઠ માનવામાં આવી છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર 4 કલાકની ઊંઘ લઈને પણ તંદુરસ્ત જીવન જીવી રહ્યા છે.

આજે સમગ્ર વિશ્વમાં ઊંઘ દિવસની ઉજવણી

આ પણ વાંચો:પાણીએ ઉડાડી ઉંઘ, અહીં મધ્યરાત્રીએ મળે છે પાણી...

4 કલાક જેટલી ગાઢ ઊંઘ એક વયસ્ક માણસ માટે પુરતી છે

તબીબી વિજ્ઞાનમાં ઊંઘના સમયગાળા કરતા ક્વોલિટી વધુ મહત્વની છે. 4 કલાક જેટલી ગાઢ ઊંઘ એક વયસ્ક માણસ માટે પુરતી છે. વિશ્વના કેટલાક ખ્યાતનામ લોકો અને કલાકારો પણ તેમના કામોની સાથે ઊંઘને મહત્વ આપે છે. ઊંઘ મનુષ્ય માટે જ નહીં, પરંતુ વનસ્પતિઓ અને પશુ-પક્ષીઓ માટે પણ એટલીજ અગત્યની છે. ઊંઘના સમય અને અવધિમાં ફેરફાર થાય તો કુદરત દ્વારા બનાવવામાં આવેલા તંત્રમાં વિક્ષેપ ઉભો થાય છે અને અંતે બીજી કેટલીક સમસ્યા ઉભી કરી શકે છે.

Last Updated : Mar 19, 2021, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details