ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢમાં નગરશેઠની હવેલીમાં હિંડોળા દર્શન યોજાયા, વૈષ્ણવોએ ઠાકોરજીને 5 કિલો શાકભાજી ધરાવ્યા - ઠાકોરજીને હિંડોળે ઝૂલાવવાની પરંપરા

હાલ વૈષ્ણવ અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં હિંડોળા દર્શન ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં આવેલા નગરશેઠની હવેલીમાં પણ મહિલાઓએ ઠાકોરજીને શાકભાજીના હિંડોળા અર્પણ કરીને શ્રદ્ધા વ્યક્ત કરી છે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં અષાઢ મહિનાના પાછલા 15 દિવસ અને શ્રાવણ મહિનાના પ્રથમ પંદર દિવસ સુધી હિંડોળાના દર્શનનું આયોજન કરાતું હોય છે, જે અંતર્ગત આજે જૂનાગઢમાં પણ ઠાકોરજીને શાકભાજીના હિંડોળા અર્પણ કરીને મહિલાઓએ તેમનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢમાં નગરશેઠની હવેલીમાં હિંડોળા દર્શન યોજાયા, વૈષ્ણવોએ ઠાકોરજીને 5 કિલો શાકભાજી ધરાવ્યા
જૂનાગઢમાં નગરશેઠની હવેલીમાં હિંડોળા દર્શન યોજાયા, વૈષ્ણવોએ ઠાકોરજીને 5 કિલો શાકભાજી ધરાવ્યા

By

Published : Aug 5, 2021, 4:08 PM IST

  • નગરશેઠની હવેલીમાં મહિલાઓએ ઠાકોરજીના ખાસ શાકભાજીના હિંડોળાનું આયોજન
  • વૈષ્ણવ અને પુષ્ટિ સંપ્રદાયમાં હિંડોળાના દર્શનનું છે ખૂબ જ આગવું મહત્ત્વ
  • અષાઢ મહિનાના અંતિમ 15 દિવસ અને શ્રાવણ મહિનાના પ્રથમ 15 દિવસ હિંડોળાના દર્શનનું કરાય છે આયોજન

જૂનાગઢઃ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં હાલ હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે. આ ઉત્સવમાં જૂનાગઢમાં આવેલી નગરશેઠ હવેલીમાં મહિલાઓએ શાકભાજીના હિંડોળા કરીને ઠાકોરજીને હિંડોળે ઝૂલાવ્યા છે. પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં હિંડોળા દર્શનનો ખૂબ મહત્ત્વ છે. પ્રત્યેક શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા, વિશ્વાસ અને શક્તિ સાથે વિવિધ પ્રકારના હિંડોળાનું આયોજન કરતાં હોય છે, જેમાં શાકભાજી, ફળફળાદી, સૂકો મેવો, ધાન્ય સહિત હિંડોળાનું આયોજન કરાતું હોય છે, જે અંતર્ગત આજે શાકભાજીના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે. હિંડોળા દર્શન ભગવાન ઠાકોરજીને રાધા સંગ પ્રેમપૂર્વક હિંડોળે ઝૂલાવવાનો મહિમા વ્યક્ત કરાયો છે. તે મુજબ પ્રત્યેક સેવાભાવી વ્યક્તિ આ સમય દરમિયાન હિંડોળાનું આયોજન કરીને ઠાકોરજીને રાધા સંગ હિંડોળે ઝૂલાવીને પોતાની આસ્થા અને અહોભાવ ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યે વ્યક્ત કરતા હોય છે.

આ પણ વાંચો-રાધા-કૃષ્ણના વર્ષા ઋતુની લીલાઓનું પ્રતિક એટલે 'હિંડોળા'

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયમાં ઠાકોરજીને રાધા સંગ હિંચકે ઝૂલાવવાનું ધાર્મિક મહત્ત્વ ખૂબ જ વધુ છે

વૈષ્ણવ અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં હિંડોળા દર્શન ખૂબ જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. વૈષ્ણવ સંપ્રદાયના આસ્થા ધરાવતો પ્રત્યેક ભાવિક 30 દિવસ દરમિયાન પોતાની આસ્થા, શક્તિ અને ભક્તિ મુજબ ઠાકોરજીને હિંડોળે ઝૂલાવવાનો અહોભાગ્ય પ્રાપ્ત કરતા હોય છે. ઠાકોરજીને હિંડોળે ઝૂલાવવાની પરંપરા આદિ-અનાદિ કાળથી ચાલતી આવે છે. દર વર્ષે અષાઢ અને શ્રાવણ માસમાં પ્રત્યેક વૈષ્ણવ ઠાકોરજીને રાધા સંગ હિંડોળે ઝૂલાવીને તેના દર્શન કરવાનું પુણ્ય મેળવતો હોય છે. હજી પણ ધાર્મિક ઉત્સવ અને પરંપરા માટે 19 દિવસ કરતા વધુ સમય બાકી છે. આ દિવસો દરમિયાન પણ પ્રત્યેક વૈષ્ણવ અને પુષ્ટિમાર્ગીય સંપ્રદાયમાં આસ્થા ધરાવતો ભાવિક ઠાકોરજીના હિંડોળાના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરતા રહેશે.

ષાઢ મહિનાના અંતિમ 15 દિવસ અને શ્રાવણ મહિનાના પ્રથમ 15 દિવસ હિંડોળાના દર્શનનું કરાય છે આયોજન

આ પણ વાંચો-અમદાવાદમાં ભગવાન ઝુલી રહ્યા છે રંગબેરંગી મનોરથના હિંડોળે, જૂઓ ફોટોઝ...

શાકભાજીના તૈયાર કરાયેલા હિંડોળામાં અંદાજિત 5 કિલો કરતાં વધુ શાકભાજીનો કરાયો ઉપયોગ

આજે નગરશેઠની હવેલીમાં ખાસ શાકભાજીના હિંડોળાનું આયોજન કરાયું હતું. અહીં, રિંગણ, બટાકા, ચોળી, કંટોલા, કાંકણી, ગલકા, કારેલા, ટિંડોળા સહિત આ સમયમાં મળતા મોટા ભાગના શાકભાજીનો ઉપયોગ કરાયો છે. હિંડોળા દર્શન પૂર્ણ થયા બાદ શાકભાજીને પ્રત્યેક વૈષ્ણવમાં ઠાકોરજીના પ્રસાદરૂપે સમાન ભાવે વહેચી દેવામાં આવશે. આ પણ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા છે કે, જે ચીજવસ્તુઓથી હિંડોળાનું સર્જન થયું હોય તેને વૈષ્ણવોમાં ઠાકોરજીના પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવતું હોય છે. તે મુજબ હિંડોળામાં ઉપયોગમાં લેવામાં આવેલા 5 કિલો કરતાં વધુ શાકભાજીનું વૈષ્ણવમાં ઠાકોરજીના પ્રસાદરૂપે વિતરણ પણ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details