ગુજરાત

gujarat

ETV Bharat / city

બેફામ બનેલા કારચાલકે સર્જ્યો અકસ્માત, PSIનું થયું ઘટનાસ્થળે જ મોત - accident

જૂનાગઢ(Junagadh)માં 6 જુલાઇએ મોડી રાત્રિના સમયે દામોદર કુંડ(Damodar kund) અને ખાખ ચોકની વચ્ચે સગીર વયના કારચાલકે અકસ્માત (Accident)સર્જતા, તેમાં રીડર PSI ડી. કે. સિંગરખીયા(Reader PSI d.k. Singarkhiya)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સગીર વયનો કાર ચાલક ફરાર થઇ જાય તે પહેલાં જ તેને ભવનાથ પોલીસે(Bhavnath police) પકડી પાડયો છે. તેની સામે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બેફામ બનેલા કારચાલકે સર્જ્યો અકસ્માત
બેફામ બનેલા કારચાલકે સર્જ્યો અકસ્માત

By

Published : Jul 7, 2021, 10:38 AM IST

  • જૂનાગઢના ભવનાથમાં સગીર વયના કાર ચાલકે સર્જ્યો અકસ્માત
  • અકસ્માતમાં રીડર પીએસઆઇ નું સારવાર દરમિયાન મોત
  • ભવનાથ પોલીસે સગીર વયના કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

જૂનાગઢઃ 6 જુલાઇએ મોડી રાત્રિના સમયે ભવનાથ(Bhavnath)માં કાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમા રીડર PSI(Reader PSI d.k. Singarkhiya)નું કારને ટક્કર વાગવાથી ટૂંકી સારવાર બાદ મોત થયું છે. અકસ્માત (Accident)માં PSIનું મોત થતાં પોલીસ બેડામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

બેફામ બનેલા કારચાલકે સર્જ્યો અકસ્માત

આ પણ વાંચોઃ Road Accident: જોધપુરમાં ભયાનક રોડ અકસ્માત, 5 લોકોના કમકમાટી ભર્યા મોત

કાર ચાલકે PSIને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો

નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા(Pradipsinh Jadeja) અને મૃતક PSI ડી. કે. સિંગરખીયા(d.k. Singarkhiya) ભવનાથ વિસ્તારમાં પગપાળા ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન કાર ચાલકે PSIને ટક્કર મારતા અકસ્માત (Accident)સર્જાયો હતો અને તેમનું મોત થયું હતું. સમગ્ર મામલાને લઈને ભવનાથ પોલીસે અકસ્માત(Accident) સર્જનાર સગીર વયના કારચાલકની અટકાયત કરી છે.

ભવનાથ વિસ્તારમાં કાર ચાલક અને બાઇકર્સ બેફામ બનતા અનેક સર્જાયા અકસ્માતો

ભવનાથ (Bhavnath)વિસ્તારમાં ખાસ કરીને રજાના દિવસોમાં અને રાત્રિના સમયે કારચાલક અને બાઈકર્સ બેફામ બનીને કાર હંકારતા હોય છે. આવી પરિસ્થિતીમાં ભવનાથ વિસ્તારમાં અકસ્માત(Accident)ના ઘણા બનાવો બન્યા છે, પરંતુ બેફામ બનેલા કારચાલક અને બાઈકર્સ વિરુદ્ધ હજુ સુધી કોઇ આકરી કાર્યવાહી કરવામાં આવતી નથી, ત્યારે હવે બેફામ બનેલા સગીર વયના કારચાલકે PSIને ટક્કર મારતા અકસ્માત(Accident) સર્જ્યો છે. જેમાં PSIનું મોત થયું છે.

બેફામ બનેલા કારચાલકે સર્જ્યો અકસ્માત

આ પણ વાંચોઃ કચ્છ રવાપર પાસે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 10 ઘાયલ

બેફામ કાર અને બાઈક ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાય તો અકસ્માતનું પ્રમાણ ઘટશે

આ ઘટના બાદ પોલીસ વિભાગ પણ સતર્ક બનીને ભવનાથ (Bhavnath)વિસ્તારમાં બેફામ રીતે કાર અને બાઈક ચલાવતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરે, તો ભવનાથ વિસ્તારમાં અકસ્માતો(Accident)નું પ્રમાણ અને બેફામ રીતે વાહન ચલાવતા ચાલકો પર કાબૂ મેળવી શકાય તેમ છે.

ABOUT THE AUTHOR

...view details