ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂનાગઢઃ બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાને પોતાની પત્ની માટે સ્વકંઠે ગીત ગાયું - Aamir Khan sang a song for his wife

બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવની સોમવારે લગ્ન એનિવર્સરી છે, ત્યારે તેની પૂર્વસંધ્યાએ આમિર ખાને પત્ની કિરણ રાવ માટે ચલચિત્રનું ગીત તુમ બીન જાઉં કહા પોતાના મુખે સંભળાવીને લગ્ન એનિવર્સરીની કિરણ રાવને અનોખી ભેટ આપી છે.

બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાને પોતાની પત્ની માટે સ્વકંઠે ગાયું ગીત
બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાને પોતાની પત્ની માટે સ્વકંઠે ગાયું ગીત

By

Published : Dec 27, 2020, 10:17 PM IST

Updated : Dec 27, 2020, 10:42 PM IST

  • બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાન બન્યા ગાયક
  • પોતાની પત્ની માટે હિન્દી ચલચિત્રનું જુનું ગીત સ્વકંઠે ગાયું
  • આમિર ખાન અને કિરણ રાવની સોમવારે છે લગ્ન એનિવર્સરી

જૂનાગઢઃ બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાન છેલ્લા બે દિવસથી ગીરના પ્રવાસે છે. શનિવારથી તેવો ગીરના મહેમાન બન્યા છે અને હજુ કેટલાક દિવસ ગીરમાં રહે તેવી શક્યતાઓ છે, ત્યારે સોમવારે આમીરખાન અને કિરણ રાવના લગ્નની એનિવર્સરી છે, ત્યારે તેની ઉજવણી કરવા માટે આમીરખાન તેના પરિવારના સભ્યો સાથે સાસણ ગીર મુકામ કરી રહ્યા છે.

આમિર ખાને પત્ની કિરણ રાવ માટે ગાયું ગીત

આમીર ખાનની સાસણગીર મુલાકાત દરમિયાન તેમનો ગાયન પ્રત્યેનો લગાવ સોશિયલ મીડિયામાં એક વીડિયોના રુપમાં વાયરલ થયો છે. જેમાં આમિર ખાન જૂની ચલચિત્રનું ગીત સ્વ કંઠે ગાઈ રહ્યા છે અને આ ગીત તેમણે પોતાની પત્ની કિરણ રાવ માટે ગાયું હોવાનું પણ જાણવા મળી રહ્યુ છે.

ગીરમાં કરશે લગ્ન એનિવર્સરીની ઉજવણી

આમિર ખાન અને કિરણ રાવની સોમવારે લગ્ન એનિવર્સરી છે, ત્યારે આમીર ખાનને તુમ બીન જાઉં કહા ગીત પોતાના સ્વ કંઠે ગાઈને પત્ની કિરણ રાવને લગ્ન એનિવર્સરીની અગાઉથી જ શુભેચ્છાઓ સંગીતના માધ્યમથી પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, કિરણરાવ અને આમિર ખાનના લગ્નની એનિવર્સરીની ઉજવણી પણ ગીરના રિસોર્ટમાં થશે.

બોલીવુડના ખ્યાતનામ કલાકાર આમિર ખાને પોતાની પત્ની માટે સ્વકંઠે ગીત ગાયું
Last Updated : Dec 27, 2020, 10:42 PM IST

ABOUT THE AUTHOR

...view details