ગુજરાત

gujarat

ETV Bharat / city

કંઈક તો શરમ કરો, ઓક્સિજન સેન્ટરની શરૂઆત પ્રસંગે ભાજપ નેતાએ વેચી મીઠાઈ

કોરોનાની મહામારીને કારણે સમગ્ર દેશમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે. ત્યારે, ગુજરાતના જૂનાગઢમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળતા શહેરની સિવિલ હોસ્પિટલમાં નવો ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આથી, તેની શરૂઆત કરતા જ ભાજપ પ્રમુખ પુનીત શર્માએ પેંડા વહેંચીને શર્મસાર કરતો હીન પ્રયાસ કર્યો હતો. આથી, લોકોમાં પણ તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

જૂનાગઢના ભાજપ નેતાએ માનવતાને કરી શર્મસાર, ઓક્સિજન સેન્ટરની શરૂઆત પ્રસંગે વહેચી મીઠાઈ
જૂનાગઢના ભાજપ નેતાએ માનવતાને કરી શર્મસાર, ઓક્સિજન સેન્ટરની શરૂઆત પ્રસંગે વહેચી મીઠાઈ

By

Published : Apr 24, 2021, 9:14 AM IST

  • જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ માનવતાને લજવી
  • આપત્તિ અને વિપત્તિના સમયમાં પણ ભાજપ નેતાએ પેંડા વહેંચીને ઉત્સવ મનાવ્યો
  • માનવતાને શર્મસાર કરવાના પ્રયાસને લોકો પણ રોષની નજરથી જોઈ રહ્યા છે

જૂનાગઢ:શહેરની સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની પાછળ બનાવવામાં આવેલો ઓક્સિજન પ્લાન્ટ વિધિવત રીતે કાલથી કાર્યરત બની ગયો છે. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલ સહિત પ્લાન્ટ અને શરૂ કરવા માટે આવેલા ટેકનિકલ સ્ટાફની હાજરીમાં શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માએ માનવતાને શર્મસાર કરતો હીન પ્રયાસ કર્યો છે. ઓક્સિજન સેન્ટરની શરૂઆત થતાં જ શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્માએ વિપત્તિ અને આપત્તિના સમયમાં પણ જાણે કે અવસર શોધતા હોય તે પ્રકારે મીઠાઈ વહેંચીને હસતા મોઢે કોઈ ઉત્સવ મનાવતા હોય તેવી રીતે માનવતાને શર્મસાર કરવાનો અહીં પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:ગાંધીનગરની સિવિલ દ્વારા કોલવડા હોસ્પિટલમાં 300 લીટર પ્રતિ મિનિટનો ઓક્સિજન પ્લાન્ટ નખાશે

ઓક્સિજનનો નવો પ્લાન્ટની સ્થાપના કરાઈ

ભાજપના નેતાઓ માનવતા ભૂલીને પોતાના પ્રચારમાં લાગી રહ્યા છે. તે પણ કોરોના સંક્રમણની વિપત્તિના સમયમાં શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માનો આ પ્રયાસ માનવતાને લજવનારો પ્રયાસ છે અને લોકોમાં હવે તેના પર રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ લોકો ઓક્સિજન મેળવવા માટે ટળવળી રહ્યા છે અને દર્દીના પરિવારજનો ઓક્સિજન માટે ઠેરઠેર ભટકી રહ્યા છે. ત્યારે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલો ઓક્સિજનનો નવો પ્લાન્ટ ખૂબ જ સારાં અને હકારાત્મક સમાચાર છે.

જૂનાગઢના ભાજપ નેતાએ માનવતાને કરી શર્મસાર, ઓક્સિજન સેન્ટરની શરૂઆત પ્રસંગે વહેચી મીઠાઈ

આ પણ વાંચો:PM કેર ફંડ હેઠળ નવી 100 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે

આંખો કાર્યક્રમ નિંદનીય બની રહ્યો

કોઈપણ કાર્યની શુભ શરૂઆત થતી હોય ત્યારે શ્રીફળ વધેરીને કે મીઠાઈ વહેંચીને તેની ખુશી વ્યક્ત કરવાની પરંપરા આપણે વર્ષોથી ચાલતી આવે છે. પરંતુ, વર્તમાન સમયમાં જે પ્રકારે કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું છે. ત્યારે, દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. આથી, આવા સમયે પેંડા વહેંચીને કોઈપણ કાર્યક્રમની શુભ શરૂઆત કરી ઉત્સવ કે ખુશી મનાવવી યોગ્ય ન ગણી શકાય. આ કાર્યક્રમમાં સિવિલ હોસ્પિટલના તબીબો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ, જે પ્રકારે અધિકારીઓ અને પદાધિકારીઓની હાજરીમાં જે પેંડા વહેંચીને ઉત્સવ મનાવવાનો પ્રયાસ કરાયો હતો તે ખરેખર નિદનીય છે.

ABOUT THE AUTHOR

...view details