જૂનાગઢ : જૂનાગઢમાં જે પ્રકારે કોઈ વ્યક્તિ કે રાજકીય પક્ષની આ વિચારધારા અને ખાસ કરીને ભાજપના પ્રચાર(BJP's propaganda) ચિત્રની વચ્ચે ગેસ સિલિન્ડરનું ચિત્ર ભાવ વધારા સાથેનું દોરાવીને ભાજપને મુશ્કેલીમાં વધારો કર્યો હતો તેને લઈને ભાજપે હવે જૂનાગઢ શહેર પૂરતી વાત છે ત્યાં સુધી પોતાની પ્રચાર અભિયાન છે તેમાં બદલાવ કરવા માટે ફરજ પડી(BJP changes election campaign picture) છે અને હવે નવા ચિત્ર સાથે સભાજપનો પ્રચાર જૂનાગઢ શહેરના જાહેર માર્ગોની દિવાલ પર થતો જોવા મળી રહ્યો છે.
એવું તો શું બન્યું કે, ભાજપે ચૂંટણી પ્રચારના ચિત્રમાં બદલાવ કરવાની પડી ફરજ આ પણ વાંચો - BJP Advertising On Government Wall: સરકારી દીવાલો પર પ્રચાર કરીને ખુદ ભાજપ સરકાર કરી રહી છે કાયદાનો ભંગ
ભાજપે રાતોરાત બદલ્યું પ્રચારનું ચિત્ર -શહેરના જાહેર માર્ગોપર આવેલી દીવાલો પર કમળના બે નિશાનની વચ્ચે સફેદ મોટી જગ્યા ખાલી રાખવામાં આવી હતી તેની વચ્ચે કોઇ વ્યક્તિ કે રાજકીય પક્ષે વધેલા ગેસના સિલિન્ડરના ભાવ સાથેનું ગેસનું સિલિન્ડર ચિત્રાવવાની શરૂઆત કરી જેને લઇને ભાજપની ચિંતામાં વધારો થયો હતો. ભાજપે દીવાલો પર જે પક્ષના પ્રતીક અને પક્ષના નામની વચ્ચે જગ્યા રાખીને ચિત્ર દોરવાનું અભિયાન છે તેમાં રાતોરાત ફેરફાર કરવાની ફરજ પડી અને હવે જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર ભાજપના કમળની નીચે પક્ષનું નામ લખીને નવેસરથી પક્ષના પ્રકારની નીતિ અમલમાં મૂકી જેને કારણે બે કમળના નિશાનની વચ્ચે રહેતી સફેદ જગ્યામાં કોઈ વ્યક્તિ ગેસના સિલીન્ડર ની માફક અન્ય કોઈ વિરોધાભાસી ચિત્રો ન કરી જાય તેની ચિંતા કરીને ભાજપે તેને પ્રચાર અભિયાનમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
એવું તો શું બન્યું કે, ભાજપે ચૂંટણી પ્રચારના ચિત્રમાં બદલાવ કરવાની પડી ફરજ આ પણ વાંચો - BJP Workers Convention: કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા સીટ પર આ વખતે ખીલશે કમળ? પાટીલે વ્યક્ત કર્યો વિશ્વાસ